‘NMACC’ની પહેલી એનિવર્સરી પર ગુલાબી નીતાભાભી છવાઈ ગયા, હાથ બનાવટથી તૈયાર થયેલા આટલા લાખની ગુલાબી સાડીમાં અંબાણીનો અદ્ભૂત લુક

NMACC ની પહેલી એનિવર્સકી પર નીતા અંબાણીએ પહેરી બનારસી સાડી, હાથની કલાકારીથી આટલા દિવસમાં થઇ છે તૈયાર

બિઝનેસવુમન નીતા અંબાણી નિઃસંદેહ એક પાવરફુલ વુમન છે, જે માત્ર તેમની બિઝનેસ સ્કિલ માટે જ નહીં પરંતુ તેમની ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતા છે. નીતા અંબાણી પોતાની ફેશનથી લોકોના દિલ જીતવાની કોઈ તક છોડતા નથી. ત્યારે NMACC (નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર) તેની પ્રથમ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યું છે અને આ દરમિયાન પણ તેમણે તેમના લુકથી બધાનું ધ્યાન ખેંચ્યુ હતુ. ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ની પ્રથમ એનિવર્સરી પર નીતા અંબાણીએ સાડીમાં પોતાના પરંપરાગત લૂકથી ચાહકોના દિલ જીતી લીધા હતા.

નીતા અંબાણીએ ‘સ્વદેશ’ના કારીગરો દ્વારા બનાવેલી ગુલાબી બનારસી સાડી પહેરી હતી. સાડીને ગોલ્ડન ઝરી અને મલબેરી સિલ્કથી વણવામાં આવી હતી. સાડી પર દરેક જગ્યાએ ગોલ્ડન કોનિયા મોટિફ હતા, જે તેને રોયલ લુક આપી રહ્યા હતા. જોકે, ‘સ્વદેશ’ અનુસાર, આ ગુલાબી બનારસી સાડી અસાધારણ હતી, જેને તૈયાર કરવામાં 40 દિવસનો સમય લાગ્યો હતો. તેમણે પરંપરાગત સાડીને ગુલાબી બ્લાઉઝ સાથે જોડી હતી જેમાં સ્લીવ બોર્ડર પર પથ્થરનું કામ હતું.

બનારસી સાડી સાથે નીતા અંબાણીએ એક સ્લીક સ્ટેટમેન્ટ નેકપીસ પહેર્યો હતો જેમાં સામેની તરફ ગણેશની આકૃતિ હતી અને નાના-નાના મોતીથી તેને સજાવવામાં આવી હતી. તેમણે નેકલેસને મેચિંગ ઇયરિંગ્સ અને સ્ટાઇલિશ રેડ બંગડી સાથે જોડ્યો હતો. જણાવી દઇએ કે, એક વર્ષની અંદર નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે કલાની દુનિયામાં ઝંડો લહેરાવ્યો છે. NMACCના 670 કલાકારોએ એક વર્ષની અંદર 700થી વધુ શો કર્યા છે. આ શો જોવા માટે 10 લાખથી વધુ દર્શકો NMACC પહોંચ્યા હતા.

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની પહેલી એનિવર્સરી પર રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીના ભાષણે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, ’71માં મિસ વર્લ્ડ પેજન્ટ’માં નીતા અંબાણીને તેમના પરોપકારી કાર્ય માટે ‘માનવતાવાદી પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે દિવસનો પણ તેમનો લુક ખૂબ સુંદર હતો. નીતા અંબાણીએ બ્લેક હેન્ડલૂમ બનારસી સાડી પહેરી હતી, જે પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના સહયોગથી ‘સ્વદેશ’ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

બ્લેક સાડીમાં સિલ્વર પેટર્ન હતી. આ સાથે નીતા અંબાણીએ ઈયરિંગ્સ અને બેંગલ્સની ક્લાસી જોડી પસંદ કરી હતી. જો કે, આ દરમિયાન બધાનું ધ્યાન એક જ તરફ ખેંચાયુ હતુ અને તે હતુ મુઘલ બાદશાહની કલગી જેની કિંમત 200 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ કલગી નીતા અંબાણીએ બાજુબંધ તરીકે પહેરી હતી.નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ત્રણ પર્ફોર્મિંગ આર્ટ સંસ્થાઓનું ઘર છે.

આ સાંસ્કૃતિક કેન્દ્રની અંદર 2000-સીટનું ગ્રાન્ડ થિયેટર, 250-સીટનું સ્ટુડિયો થિયેટર અને 12 S-સીટ ક્યુબ્સ છે. તેમાં આર્ટ હાઉસનો પણ સમાવેશ થાય છે, જે વૈશ્વિક મ્યુઝિયમોના ધોરણો અનુસાર બનેલ ચાર માળની કલા જગ્યા છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનો ઉદ્દેશ્ય ભારત અને વિશ્વની સંસ્કૃતિ અને કલા અને પ્રતિભાને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહિત કરવાનો છે.

Shah Jina