નીતિન જાની સેવાકીય કાર્યોની સાથે સાથે તેમના અંગત જીવનને લઇને પણ ચર્ચામાં રહેતા હોય છે. થોડા સમય પહેલા જ તેઓ તેમની મંગેતર મીનાક્ષી દવે સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. ઘણીવાર તેમની અને મીનાક્ષીની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતી રહે છે. કેટલીકવાર મીનાક્ષી પતિ નીતિન જાની પર પ્રેમ પણ વરસાવતી જોવા મળે છે, ત્યારે હાલમાં મીનાક્ષી દવેએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે સેવા કરતી જોવા મળી રહી છે.
આ વીિડયો જોઇ કોઇ પણ એવું જ કહેશે કે પત્ની પણ પતિના પગલે ચાલી રહી છે. આ વીડિયોમાં મીનાક્ષી દવે સલવાર સૂટમાં જોવા મળે છે અને આ દરમિયાન તેની સાથે કેટલાક લોકો પણ છે. વીડિયોમાં તે વાંદરાને ફળ ખવડાવતી અને પાણી પીવડાવતી જોવા મળી રહી છે. આ વીડિયો પોસ્ટ કરતા તેણે કેપ્શનમાં લખ્યુ છે- મારુ સૌથી મન ગમતું કામ હનુમાન સેવા…
જણાવી દઇએ કે, નીતિન જાનીએ જે કામ કર્યું છે તે ખરેખર બીજું કોઈ કરી ના શકે અને એટલે જ તેઓ ગુજરાતની જનતાના ખુબ જ પ્રિય વ્યક્તિ પણ છે. જિગલી ખજૂરના કોમેડી વીડિયોથી લોકોને પેટ પકડીને હસાવનાર ખજૂરભાઇ છેલ્લા થોડા વર્ષોથી કોમેડી કિંગ તરીકે નહિ પરંતુ એક મસીહા તરીકે ઓળખાવવા લાગ્યા છે.
તૌકતે વાવાઝોડા બાદ નીતિન જાની લોકસેવાના કામોમાં લાગ્યા અને અત્યાર સુધી તેઓ હજારો લોકોને મદદ કરી ચુક્યા છે અને ઘર વિહોણા લોકોને અથવા તો જે લોકોના ઘર તૂટી ગયા હતા તેમને નવા ઘર પણ બનાવી આપ્યા છે. અંગત જીવનની વાત કરીએ તો, નીતિન જાનીએ મીનાક્ષી દવે સાથે ખૂબ જ અંગત રીતે લગ્ન કર્યા હતા. આટલું મોટુ નામ હોવા છત્તાં પણ તેમણે કોઇ સેલિબ્રિટીની જેમ નહિ પણ સાદગીથી લગ્ન કર્યા.
જણાવી દઈએ કે નીતિન જાની અને મીનાક્ષી દવેના લવ મેરેજ નથી પરંતુ અરેન્જ મેરેજ છે. જેના વિશે મીનાક્ષી દવેએ એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી. મંદિરમાં નીતિન જાની અને મીનાક્ષીના પરિવારની મુલાકાત દર્શન દરમિયાન થઇ હતી અને ત્યાં જ નીતિનભાઈની માતાને મીનાક્ષી ખુબ જ પસંદ આવી અને લગ્ન માટે માંગુ નાખ્યું હતું.
View this post on Instagram