શા કારણે લોકો ખજુરભાઈને માને છે ભગવાન ? જોઈ લો આ વીડિયો તમારા મનમાં પણ કોઈ સવાલ અને શંકા હશે તો નીકળી જશે, જુઓ

ભગવાન ક્યાં રૂપમાં આવે એ કોઈ નથી જાણતું, આ પરિવાર માટે નીતિન જાનીના રૂપમાં આવ્યા ભગવાન, વીડિયો જોઈને આંખોમાં આંસુઓ આવી જશે

નીતની જાની ઉર્ફે ખજુરભાઈએ ગુજરાતની અંદર ઘણા બધા સેવાકીય કાર્યો કર્યા છે, ઘણા બેઘર લોકોને ઘર આપ્યા છે, ઘણા કાચા મકાનોને પાકા બનાવ્યા છે અને ઘણા લોકોને રોજગારી ઉભી કરવા માટે પણ સાથ આપ્યો છે, ખજુરભાઈ રસ્તે જતા હોય અને કોઈ જરૂરિયાત મંદને જુએ કે તરત જ ઉભા રહીને તેની મદદ કરતા હોય છે. એટલે જ તો આજે ખજુરભાઈને ગુજરાતીઓએ ભગવાનનો દરજ્જો આપ્યો છે.

નીતિન જાની તેમના સેવાકીય કાર્યોની ઝલક તેમના સોશિયલ મીડિયા દ્વારા પણ શેર કરતા રહે છે. જણે લોકો દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે. નીતિન જાનીના સેવાકીય કાર્યોની તસવીરો અને વીડિયો ઉપર તેમના ચાહકો ભરપૂર પ્રતિસાદ પણ આપતા હોય છે અને તેમના કામને વખાણતા પણ હોય છે.

ત્યારે હાલમાં જ નીતિન જાણીએ એક અન્ય વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે એક એવા વ્યક્તિનું ઘર બનાવતા જોવા મળી રહ્યા છે જેને જોઈને આપણી આંખોમાં પણ આંસુઓ આવી જાય. આ વીડિયો વિશેની વધુ જાણકારી નીતિન જાનીએ પોસ્ટ નથી કરી, પરંતુ તેમના દ્વારા લખવામાં આવેલા કેપશન દ્વારા થોડો અંદાજ જરૂર આવી રહ્યો છે.

ખજુરભાઈએ કેપશનમાં લખ્યું છે, “પતિને સાપ કરડી ગયો, હવે આ ત્રણ દીકરીઓ માટે ઘર બનાવીએ !” વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નીતિન જાની એક ગામમાં પહોંચે છે, ત્યાં તેમની સામે એક માટીનું ઘર જોવા મળી રહ્યું છે, જે તૂટેલું દેખાઈ રહ્યું છે, જેના બાદ પરિવારના સભ્યો સાથે નીતિન જાની વાત કરે છે અને પછી ઘરમાંથી બધો જ સામાન બહાર કાઢવા લાગે છે.

એ ઘરની દીકરીઓ પણ નાના નાના હાથથી સામાન બહાર મૂકી રહી છે. જેના બાદ નીતની જાની બુલડોઝર ઉપર બેસે છે અને પછી તે મકાનને તોડતા જોવા મળી રહ્યા છે, જેના બાદ એ જ જગ્યા ઉપર આ પરિવાર માટે નીતિનભાઈ નવા મકાનનું નિર્માણ કરશે. તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયો ઉપર પણ તેમના ચાહકો હવે તેમના આ કામને વંદન કરી રહ્યા છે.

Niraj Patel