દિલ હોય તો ખજુરભાઈ જેવું.. ટોલ ટેક્સ ઉપર ખારી સીંગ વેચતા ફેરિયાઓ માટે જે કર્યું તે જોઈને તમે પણ નતમસ્તક થઇ જશો, જુઓ વીડિયો

નીતિન જાની ઉર્ફે ખજુરભાઈને આજે કોઈ ઓળખની જરૂર નથી રહી. તેમની શરૂઆત અને નામના ભલે તેમણે તેમના કોમેડી વીડિયો દ્વારા મેળવી હોય પરંતુ લોકોના ભગવાન તરીકે ખજુરભાઈ તેમના સેવાકીય કાર્યો દ્વારા ઓળખાયા છે. નીતિન જાની ગમે ત્યાં જાય તેમના સેવાકીય કાર્યોની ઝલક જોવા મળતી હોય છે.

ખજુરભાઈ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેમના વીડિયો પણ શેર કરતા રહે છે, જેમાં તેમના સેવાકીય કામોની ઝાંખી જોવા મળતી હોય છે. તેમના સેવાકીય કામોને લોકો બિરદાવતા પણ હોય છે. અત્યાર સુધી નીતિન જાનીએ ઘણા લોકોની મદદ કરી છે, અને ગરીબ તેમજ રસ્તા ઉપર લારી લઈને કે હાથમાં સામાન લઈને વેચતા લોકો પાસેથી સામાન ખરીદતા જોવા મળતા હોય છે.

ત્યારે હાલમાં જ તેમને એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ટોલ ટેક્સ પાસે રસ્તા ઉપર ઉભા રહીને સામાન વેંચતા લોકો પાસેથી સામાન ખરીદતા જોવા મળે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નીતિન જાનીએ ટોલ ટેક્સ ઉપર સીંગ અને ચીક્કી લઈને ઉભા રહેલા ફેરિયાને બોલાવ્યા. તેમને એક બે નહિ પરંતુ ત્યાં જેટલા લોકો સીંગ અને ચીક્કી વેચી રહ્યા હતા તે બધાને બોલાવ્યા.

નીતિન જાની બધા પાસે એક બે પેકેટ લઇ લેતા તો પણ તેમની મદદ થઇ જતી, પરંતુ તેમને એ બધા જ ફેરિયાઓ પાસેથી બધો જ સામાન ખરીદી લીધો અને તેમના ચહેરા ઉપર એક ખુશી લાવી દીધી. નીતિન જાનીએ આ બધા જ ફેરિયાઓ પાસેથી સામાન ખરીદતા તેમના ચહેરા ઉપર પણ ખુશીઓ આવી ગઈ હતી.

આ વીડિયો શેર કરવાની સાથે નીતિન જાનીએ કેપ્શન આપ્યું છે કે “ટોલ નાકા ઉપર સામાન વેચનારા પાસેથી કઈ ખરીદી લો.. બહુ મહેનત કરે છે.” તેમનો આ વીડિયો પોસ્ટ થવાની સાથે જ ખુબ જ વાયરલ પણ થઇ ગયો અને કોમેન્ટમાં લોકો પણ તેમના આ દિલ જીતી લેનારા કાર્ય માટે તેમના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

ઘણા લોકોએ કોમેન્ટ કરીને નીતિન જાનીને સાક્ષાત ભગવાન પણ ગણાવ્યા છે, તો ઘણા લોકોએ તેમની આ સુંદર કામગીરી માટે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો છે, ખજુરભાઈએ આ વીડિયો તેમના તમામ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે. જેમાં તે બધા જ ફેરિયાઓ પાસેથી સીંગ અને ચીક્કીના પેકેટ લઈને ગાડીમાં મુકતા જોવા મળે છે.

Niraj Patel