ગુજરાતના સોનુ સુદ એવા નીતિન જાની ઉર્ફે આપણા સૌના ખજુરભાઈએ કર્યું એવું કામ કે જાણીને તમને પણ ગર્વ થશે, જુઓ વીડિયો

નીતિન જાની એટલે કે ખજૂર ભાઈ જે પોતાની કોમેડી એક્ટિંગથી સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે તેની સાથે તેઓ હાલ પોતાના સેવાકીય કર્યોને લઈને પણ સામે આવ્યા છે ત્યારે આજરોજ સુરત બારડોલી નવસારી વચ્ચે આવેલ બારડોલીના રાણત ગામ ખાતે ગૌ શાળા અને વૃધો માટે વૃદ્ધાશ્રમ બનાવવા માટે આજરોજ ભૂમિ પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. (Exclusive તસવીરો અને વીડિયો : ધવલરાજસિંહ ચૌહાણ)

જેમાં ખજૂર ભાઈ સહિત તેમની ટિમ અને સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહયા હતા.હિન્દૂ ધર્મ માં ગાય માતાને અનેરું માન આપવામાં આવે છે કારણ કે હિન્દૂ શાસ્ત્રો અનુસાર ગાય માતામાં 34 કરોડ દેવી દેવતાઓ વાસ કરે છે.

જેથી ગાય માતા માટે અદ્યતન સુવિધા વાળી ગૌ શાળા બનાવવામાં આવશે સાથોસાથ આજના કળયુગમાં સંતાનો પોતાના ઘરડા માતા પિતાને ઘરની બહાર કાઢી મુકતા હોય છે જેથી આ ઘરડા વૃદ્ધ લોકો માટે પણ અધ્ધતન સુવિધાઓથી સજ્જ વૃધ્ધાશ્રમ પણ બનાવવામાં આવશે.

જેમાં આશરે 500 જેટલા વૃદ્ધો આશરો લઈ શકશે. ત્યારે ખજૂર ભાઈ મીડિયાના માધ્યમથી આજની યુવા પેઢી ને સંદેશો આપતા કહ્યું હતું કે આપણે પોતાના કામ ધંધાની સાથે આવા સેવાકીય કર્યો પણ કરવા જોઈએ જેથી આવા નિરાધાર લોકો લાચારી ન અનુભવે અને સમાજ માટે પણ સામાજિક કર્યો કરી સમાજ ને આગળ લાવવા હમેશા પ્રયત્ન કરવા જોઈએ.

નીતિન જાનીને ગુજરાતના બીજા સોનુ સુદ તરીકે ઓળખવામાં આવે છે, છેલ્લા કેટલાય સમયથી તેમને પોતાના સેવાકીય કર્યો દ્વારા લોકોના દિલમાં એક અલગ નામના કેળવી છે. નીતિન જાની ઉર્ફે ખજુરભાઈએ કોમેડી વીડિયો દ્વારા લોકોને ખુબ જ હસાવ્યા જેના બાદ તેમને સેવાયજ્ઞ શરૂ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ખજુરભાઈના આ સેવાયજ્ઞ થકી કેટલાય નિરાધાર લોકોને આશરો મળ્યો, કેટલાય લોકોના માથા ઉપર છત મળી. સોશિયલ મીડિયામાં પણ નીતિનભાઈના આ સેવાકાર્યના ઘણા બધા વીડિયો અને તસવીરો પણ વાયરલ થઇ હતી, જેના બાદ હવે નીતિન જાનીએ ગૌશાળા અને વૃદ્ધાશ્રમનું ભુમીપુજન કરીને માનવતાની એક નવી મહેંક પ્રસરાવી છે.

Niraj Patel