અનંતના ફંક્શનમાં મુકેશ અંબાણીની સાળીને તમે જોઈ કે નહિ? રૂપરૂપનો અંબાર દેખાય છે, જુઓ એકવાર

ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક એવા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન બોલિવુડ અને હોલિવુડ સેલેબ્સ તેમજ દેશ-વિદેશની જાણિતી હસ્તિઓએ પણ આ સેરેમનીમાં હાજરી આપી હતી.

આ પ્રી વેડિંગ ફંક્શન્સના ત્રણેય દિવસે નીતા અંબાણીનો રોયલ લુક ઘણો ચર્ચામાં રહ્યો. ભલે અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંકશન્સ ખત્મ થઇ ગયા હોય પરંતુ હજુ પણ સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો છવાયેલા છે. ત્યારે હાલમાં નીતા અંબાણીની એક તસવીર સામે આવી રહી છે જેમાં તે બહેન મમતા દલાલ અને માતા પૂર્ણિમા દલાલ સાથે જોવા મળે છે.

મમતા દલાલ નીતા અંબાણીની નાની બહેન છે અને તે લાઈમલાઈટથી દૂર રહે છે. તે અને માતા બંને નીતા અંબાણી સાથે ભાગ્યે જ જોવા મળે છે. જો કે તેઓ અંબાણી પરિવારના ફંક્શન્સ દરમિયાન અચૂકથી હાજર રહે છે. જે તસવીર સામે આવી છે તેમાં માં-દીકરીઓનું બોન્ડિંગ સ્પષ્ટપણે જોવા મળી રહ્યુ છે. આ તસવીર જોઇને લાગી રહ્યુ છે કે જંગલ થીમ દરમિયાનનો આ લુક છે.

નીતા અંબાણી ગ્રીન ડ્રેસમાં જ્યારે મમતા દલાલ ઓરેન્જ ડ્રેસમાં અને પૂર્ણિમા દલાલ સાડીમાં જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, મમતા દલાલ વ્યવસાયે સ્કૂલ ટીચર છે. તે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલનું મેનેજમેન્ટ સંભાળે છે. આ સ્કૂલના નીતા અંબાણી ફાઉન્ડર અને ચેરપર્સન છે. મમતા દલાલે દેશની ઘણી મોટી હસ્તીઓના બાળકોને ભણાવ્યા છે. આવી સ્થિતિમાં તેને સેલિબ્રિટી બાળકોની ટીચર તરીકે પણ ઓળખવામાં આવે છે.

Shah Jina