દુનિયાના સૌથી લાંબા વાળનો રેકોર્ડ પોતાના નામે કરનારી આ ગુજરાતી યુવતીએ કપાવી નાખ્યા પોતાના વાળ, જુઓ વીડિયો

દરેક સ્ત્રીને તેના વાળ સાથે પ્રેમ હોય છે, મોટાભાગની યુવતીઓ ઈચ્છે છે કે તેના વાળ લાંબા અને મજબૂત બને. ત્યારે ગુજરાતના અરવલ્લી જિલ્લામાં રહેવા વાળી નીલાંશી પટેલના વાળ તો એટલા લાંબા હતા કે તેને પોતાના વાળની લંબાઈના કારણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાનું નામ દાખલ કરાવી લીધું હતું.

પરંતુ હાલ નીલાંશીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પોતાના વાળને કંપાવતી જોવા મળી રહી છે. આ વીડિયોને ગિનિસ વર્લ્ડ રેકોર્ડના ઓફિશિયલ પેજ ઉપરથી શેર કરવામાં આવ્યો છે.

નીલાંશીના વાળની લાંબાઈ 6 ફૂટ 3 ઇંચની આસપાસની હતી. તેને ઘણા વર્ષો બાદ પોતાના વાળ કપાવ્યા છે. સોશિયલ મીડિયા ઉપર તેનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે નીલાંશી તેના વાળ કપાવતા પહેલા કેટલી નર્વસ થઇ જાય છે. વાળ કંપાવતી વખતે તે ભાવુક પણ થતી જોવા મળે છે.

એક જાણકારી પ્રમાણે નીલાંશીએ લગભગ 12 વર્ષ પછી પોતાના વાળ કપાવ્યા છે. 6 વર્ષની ઉંમરમાં એક ઘટના બાદ તેને વાળ ના કપાવવાનો નિર્ણય કર્યો હતો. 6 ઓગસ્ટ 2002માં જન્મેલી નીલાંશીએ પહેલીવાર 2018માં ગિનિસ બુકમાં નામ દાખલ કરાવ્યું હતું.

ઈતીલીમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન તેના વાળની લંબાઈ 5 ફૂટ 7 ઇંચ હતી. ત્યારે તેને આર્જન્ટિનાની એક કિશોરીનો રેકોર્ડ તોડ્યો હતો. પરંતુ સપ્ટેમ્બર 2019માં 6 ફૂટ 3 ઇંચના વધેલી લંબાઈ સાથે નીલાંશીએ બીજીવાર આ રેકોર્ડ પોતાના નામે કરી દીધો હતો.

નીલાંશી પોતાન વાળને જમીનથી દૂર રાખવા માટે હાઈ હિલ સેન્ડલ પહેરે છે. મોટાભાગે તે ચોટલી બાંધે છે. પરંતુ સ્પોર્ટ્સ એક્ટિવિટી અને સ્વિમિંગ દરમિયાન તે વાળનો અંબોડો બાંધી દે છે. પરંતુ હવે નીલાંશીએ પોતાના વાળ કપાવી જ લીધા છે જેના કારણે તે ચર્ચામાં પણ આવી ગઈ છે.

Niraj Patel