આ ફેમસ યૂટયૂબરે રહસ્યથી ભરપૂર નિધિવનમાં અડધી રાત્રે કર્યો હતો એવો કાંડ કે… પોલિસ ઉઠાવી લઇ ગઇ

વૃંદાવનમાં જયાં રોજ રાત્રે આવે છે રાધા-કૃષ્ણ, ત્યાં આ યૂટયૂબરે ઘૂસી કરી દીધો મોટો કાંડ

યુટ્યુબર ગૌરવ શર્મા માટે તેના એક વીડિયોએ મુશ્કેલી ઉભી કરી છે. તેણે આ વીડિયો તેની ચેનલ ગૌરવ ઝોન પર અપલોડ કર્યો છે. ગૌરવ શર્માનો આ વીડિયો વૃંદાવનના પવિત્ર સ્થળ ‘નિધિવન રાજ’નો છે. તેણે એવી ભૂલ કરી હતી કે વીડિયો બનાવવા માટે રાત્રે જંગલમાં ગેરકાયદે ઘૂસી ગયો હતો. જ્યારે વીડિયો ચેનલ પર અપલોડ થયા બાદ વાયરલ થયો ત્યારે મથુરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ. રીપોર્ટ અનુસાર ગૌરવ શર્માની દિલ્હીના માલવિયા નગર સ્થિત તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે.

ગૌરવ શર્મા દિલ્હીનો યુટ્યુબર છે. તેની ચેનલ ગૌરવ ઝોન પર તેના લગભગ 45 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે. તે પોતાની ચેનલ પર તેની લાઈફ, ટ્રાવેલ અને અન્ય વીડિયો મૂકતો રહે છે. આ વર્ષે મે મહિનામાં ગૌરવે તેની ચેનલ પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેણે તેના પાલતુ કૂતરા સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. ત્યારે એનિમલ લવર્સના વાંધા બાદ ગૌરવ સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તે સમયે પણ ગૌરવે સુરક્ષાને લગતી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પોતાની સફાઈમાં વીડિયો બનાવવાની વાત કરી હતી.

યુટ્યુબર ગૌરવ શર્મા, તેના અડધો ડઝન સાથીઓ સાથે, 10 નવેમ્બરની રાત્રે નિધિવનરાજમાં પ્રવેશ્યો અને એક વીડિયો શૂટ કર્યો, જેની સામગ્રી સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી. યુટ્યુબરની આ હરકત સામે સખત વાંધો વ્યક્ત કરી તેના વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. પોલીસે રોહિતકૃષ્ણની ફરિયાદ પર કેસ નોંધીને ગૌરવની ધરપકડ કરી છે. માહિતી અનુસાર, તેણે યુટ્યુબ ચેનલ ગૌરવ ઝોનમાં એક સામગ્રી અપલોડ કરી હતી, જેમાં લગભગ અડધો ડઝન યુવકો નિધિવનની પાછળની બાજુની દિવાલ પર ચઢીને અંદર પ્રવેશતા જોવા મળે છે.

નિધિવન મિસ્ટ્રીના નામે પ્રસારિત થયેલા આ વીડિયોમાં આ લોકોએ આખા મંદિરનો વીડિયો શૂટ કરતા રહ્યા. ત્યાંના આધ્યાત્મિક રહસ્ય પર અનિયંત્રિત ટિપ્પણીઓ કરતા જોવા મળે છે. તેઓ આ કોમ્પ્લેક્સમાં ચંપલ પણ પહેરીને આવ્યા હતા. યુટ્યુબ પર તેનો આ વીડિયો અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

વૃંદાવનના ‘નિધિવન રાજ’ વિશે એવી માન્યતા છે કે રાધા અને કૃષ્ણ અહીં રાસલીલા માટે રાત્રે આવે છે અને આ સમયે મંદિરમાં કોઈને પ્રવેશવાની મંજૂરી નથી. એવું કહેવાય છે કે જે કોઈ આવા સમયે આ સ્થાનમાં પ્રવેશ કરે છે તે કાં તો મૃત્યુ પામે છે અથવા અંધ અથવા માનસિક રીતે વિકલાંગ બને છે.

Shah Jina