ઇંડસ્ટ્રિયલિસ્ટ યશોવર્ધન બિરલા અને અવંતિ બિરલાના પુત્ર વેદાંત બિરલા તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયો. તેણે તેજલ કુલકર્ણી સાથે 2 નવેમ્બરના રોજ લગ્ન કર્યા. તેના લગ્ન ઘણા હેડલાઇન્સમાં રહ્યા અને લગ્ન પછી રિસેપ્શન 3 નવેમ્બરના રોજ યોજાયું.આ રિસેપ્શનમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ નિયા શર્મા જે તેની બોલ્ડ ફેશન માટે જાણીતી છે, તે પણ આ રિસેપ્શનમાં હાજર રહી હતી.આ દરમિયાન તે એવા લુકમાં દેખાઈ જેણે ટીકા કરતાં વધુ પ્રશંસા મેળવી. તેનો આઉટફિટ ભલે બોલ્ડ હતો પણ ગ્લેમરસ હતો. નિયા શર્માનો નવો લુક ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

તે ઓફ વ્હાઇટ સ્કર્ટ અને ડિઝાઇનર બ્લાઉઝમાં એકદમ સુંદર લાગી રહી હતી. તેની સ્ટાઇલ લોકોના દિલ જીતી રહી હતી. જણાવી દઇએ કે, નિયા શર્મા નાના પડદા પર એક મોટું નામ છે, તેના અભિનયને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.અભિનેત્રીએ ટીવી શોમાં સકારાત્મક અને નકારાત્મક બંને ભૂમિકાઓ ભજવી છે. તેના વ્યાવસાયિક જીવન ઉપરાંત, તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે બધી અપડેટ શેર કરતી રહે છે.
View this post on Instagram
નિયા શર્માએ તેની સમગ્ર કારકિર્દી દરમિયાન ઘણી સિરિયલો અને રિયાલિટી શોમાં કામ કર્યું છે. જો કે તેને એકતા કપૂરના શો નાગિનથી ખાસ ઓળખ મળી. ટીવી ઇન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસ નિયા શર્મા તેના મજબૂત અભિનય અને ફિટનેસ માટે જાણીતી છે. 34 વર્ષની ઉંમરે પણ નિયા હજુ સિંગલ છે.
View this post on Instagram