આ વ્યક્તિએ ચાલુ લગ્નની અંદર વર-કન્યાને ઊંચકીને જમીન ઉપર નાખી દીધા, પછી જુઓ શું થયું…

આપણા દેશમાં દરેક જ્ઞાતિના લગ્નની અંદર અલગ અલગ રિવાજ જોવા  મળતા હોય છે, ઘણા લગ્નના એવા એવા રિવાજ હોય છે કે જાણીને જ આપણને હેરાની થઇ જાય. વળી હવે તો સોશિયલ મીડિયાનો સમય હોવાના કારણે આવા રીતિ રિવાજોના વીડિયો પણ ખુબ જ વાયરલ પણ થતા હોય છે જેને સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ જ પસંદ પણ કરતા હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં પણ એવા જ એક રિવાજનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ વર-કન્યાને પાછળથી ઊંચકી અને મહેમાનોની સામે જ જમીન ઉપર નાખી દે છે. લગ્નની અંદર આવી અજીબો ગરીબ પરંપરાને જોઈને તમે પણ હેરાન રહી જશો. ઘણા લોકોને આ રિવાજ જોઈને નવાઈ લાગી રહી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે લગ્ન બાદ વર-કન્યા મહેમાનોની સામે ઉભા હોય છે અને ત્યારે જ તેમના સંબંધીઓમાંથી કોઈ વ્યક્તિ પાછળથી આવીને વર-કન્યાને પકડે છે.તો ત્યાં રહેલા મહેમાનો પણ બૂમો પાડવા લાગે છે અને તે વ્યક્તિ વર કન્યાને હવામાં ઉઠાવે છે અને પછી છોડી દે છે, જેના બાદ વર કન્યા જમીન ઉપર પડી જાય છે.


ખાસ ધ્યાનમાં આવે એવી વાત એ છે કે દુલ્હન જયારે હવામાં હોય છે ત્યારે હાથમાં રહેલા ચોખાને પાછળની તરફ ફેંકતી જોવા મળે છે. જેના કારણે એ માલુમ પડે છે કે આ લગ્નની પરંપરાઓમાથી જ કોઈ એક પરંપરા છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે તો ઘણા લોકો આ નવો રિવાજ પહેલીવાર જોયો હોવાનું પણ કહી રહ્યા છે.

Niraj Patel