ન્યૂયોર્કના લાગાર્ડિયા એરપોર્ટ પર વિમાન અને ફાયર ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત: 2 વ્યક્તિઓના કરૂણ મોત; જુઓ વીડિયો

અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત લાગાર્ડિયા એરપોર્ટ પર એક અત્યંત ગંભીર દુર્ઘટના સર્જાઈ છે, જેમાં મુસાફરો ભરેલા વિમાન અને ફાયર એન્જિન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ કમનસીબ ઘટનામાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય અનેક મુસાફરો અને કર્મચારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી એરપોર્ટની તમામ કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, એર કેનેડા એક્સપ્રેસનું CRJ-900 વિમાન રનવે તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન અચાનક ફાયર ટ્રક સાથે તેની અથડામણ થઈ હતી. આ વિમાનમાં આશરે 100 જેટલા પ્રવાસીઓ સવાર હતા.

આ ટક્કર એટલી પ્રચંડ હતી કે વિમાન અને ટ્રક બંનેના ફુરચા ઉડી ગયા હતા. અકસ્માતને પગલે ફાયર વિભાગના પાંચ કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.વિમાનમાં સવાર મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.આ દુર્ઘટના બાદ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે અને એરપોર્ટને આગામી સૂચના સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

જેના કારણે લાગાર્ડિયા આવતી અને ત્યાંથી ઉપડતી તમામ ફ્લાઇટ્સને હાલમાં જ્હોન એફ.કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વાળવામાં આવી રહી છે. પ્રારંભિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે એર ટ્રાફિક કંટ્રોલના નિર્દેશો છતાં આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

Previous Article

શનિ ઉદય 2026: શનિદેવના ઉદય થતા જ આ ૫ રાશિઓનું ભાગ્ય ચમકશે, કરિયર અને બિઝનેસમાં થશે જોરદાર પ્રગતિ

Next Article

24 માર્ચ આજનું રાશિફળ: મંગળદેવની કૃપાથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, અટકેલા કાર્યોમાં મળશે સફળતા અને પ્રોપર્ટીના સોદામાં થશે મોટો લાભ

error: Unable To Copy Protected Content!