વિદેશી ગોરીને પસંદ આવ્યો યુપીનો છોકરો, ગામ આવી હિંદુ રીતિ-રિવાજથી કર્યા લગ્ન

હાર્દિકને દિલ આપી બેઠી નેધરલેન્ડની ગેબ્રિએલા, સાત સમુદ્ર પાર ભારત આવી કર્યા હિંદુ રીતિ-રિવાજથી લગ્ન- આવી છે લવ સ્ટોરી

છેલ્લા કેટલાક સમયથી યુપી-બિહારના યુવાનોમાં વિદેશી મહિલાઓ પ્રત્યે આકર્ષણ જોવા મળી રહ્યુ છે અને આ જ કારણ છે કે અવાર નવાર એવી ખબરો સામે આવે છે કે વિદેશી યુવતી પોતાના પ્રેમ માટે ભારત આવી અને અહીં લગ્ન પણ કર્યા. વધુ એક આવો મામલો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં રહેતા હાર્દિક વર્માના લગ્ન નેધરલેન્ડની ગેબ્રિએલા સાથે થયા છે.

તેમના લગ્ન સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યા હતા. બંનેએ હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા અને સાત ફેરા લીધા. લગ્ન પહેલા ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવૂ હતી. લગ્નમાં સંબંધીઓ અને મિત્રોએ જોરોશોરોથી ડાન્સ પણ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર લલૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના દતૌલી ગામના રાધેલાલ વર્માનો પુત્ર હાર્દિક વર્મા 7 વર્ષ પહેલા નોકરી માટે નેધરલેન્ડ ગયો હતો.

ત્યાં તેને એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં સુપરવાઈઝરની નોકરી મળી. આ દરમિયાન તે ગેબ્રિએલા ડુડાને મળ્યો. નેધરલેન્ડમાં સાથે કામ કરતી વખતે બંને ધીમે ધીમે નજીક આવ્યા અને તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ. એક દિવસ હાર્દિકે ગેબ્રિએલાના ઘરે જઈને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને ગેબ્રિયલાએ પણ હાર્દિકનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. ત્યારબાદ કેટલાક વર્ષો પછી આખરે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

જ્યારે બંનેએ આ વાત તેમના પરિવારજનોને જણાવી તો તેઓ પણ લગ્ન માટે રાજી થઈ ગયા. જે બાદ હાર્દિક તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે ફતેહપુરના દતૌલી ગામ પહોંચ્યો. આ પછી લગ્નની તમામ વિધિઓ શરૂ થઈ અને પરિવારના સભ્યોની સાથે ગામડાના લોકોએ પણ લગ્ન સમારંભમાં ભાગ લીધો.

હાર્દિક અને ગેબ્રિયલાએ ગામમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. પ્રેમી હાર્દિક માટે સાત સમંદર પાર કર્યા બાદ પ્રેમિકા ગ્રેબિએલા 25 નવેમ્બરે ફતેહપુર પહોંચી હતી. નેધરલેન્ડથી એક યુવતીના આવવાના સમાચાર પોલીસને મળતા જ પોલીસે વિદેશી યુવતીના પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજોની તપાસ કરી હતી.

Shah Jina