ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો. અહીં એક ભત્રીજાએ પોતાની જ કાકીનું ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી. હત્યા પાછળનું કારણ કાકીના અન્ય કોઈ સાથેના અવૈદ્ય સંબંધો હોવાનું કહેવાય છે. આરોપ છે કે કાકાના નિધન બાદ ભત્રીજાના કાકી સાથે અવૈદ્ય સંબંધો હતા. બાદમાં કાકીએ ભત્રીજાને છોડી દીધો અને પાડોશમાં રહેતા અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધો બાંધ્યા.
જ્યારે ભત્રીજાને આ વાતની જાણ થઈ તો તેણે ગુસ્સામાં કાકીની હત્યા કરી દીધી. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરી છે. ઘટના રાત્રે 1 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે.
કોતવાલી જારચા વિસ્તારના કલોંદા ગામમાં લવ ટ્રાયેંગલમાં એક મહિલાનો ભયંકર અંત આવ્યો. ભત્રીજાએ કાકીનું ગળું કાપીને હત્યા કરી હતી. શાહરૂખ નામના 28 વર્ષના યુવકને 32 વર્ષની વિધવા મહિલા સાથે લગભગ ત્રણ-ચાર વર્ષથી અવૈદ્ય સંબંધ હતો. જ્યારે તેને ખબર પડી કે તેની કાકીને ગામમાં કોઈ અન્ય સાથે અફેર છે, ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને છરીના ઘા મારીને કાકીની હત્યા કરી દીધી.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે શાહરૂખ પરિણીત છે, મૃતક સાથે તેને 3-4 વર્ષથી ગેરકાયદેસર સંબંધ હતો. જો કે મહિલાના બીજાલવ અફેરથી નારાજ શાહરૂખ રાત્રે મહિલાના ઘરમાં ઘુસી ગયો અને છરી વડે તેનું ગળું કાપીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો.