નવી ગાડી ખરીદવાની ખુશીમાં યુવક ભાન ભુલ્યો, થાર પર સવાર યુવકે કર્યું હવામાં ફાયરિંગ, મહિન્દ્રા શોરૂમનો વીડિયો વાયરલ

મધ્યપ્રદેશમાં મહિન્દ્રાના એક શોરૂમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કારણ કે શોરૂમમાંથી કાર ખરીદ્યા બાદ જોશમાં ગ્રાહકો કાર પર ચઢી ગયા હતા અને હવામાં ફાયરિંગ કર્યું હતું. હવે આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

‘થાર’ માત્ર એક ગાડી નથી પણ ઘણા લોકોનું સ્વપ્ન છે! જો કે સોશિયલ મીડિયા પર, યુવાનો ઑફ-રોડિંગ કરતાં આ કાર સાથે વધુ ‘દબંગાઈ’ કરતા જોવા મળે છે. તેથી જ સામાન્ય માણસ થારને જોઈને જ બાજુમાં ખસી જાય છે. પરંતુ MPમાં થાર ખરીદ્યા બાદ એક વ્યક્તિ જોશમાં આવી ગયો અને એવું કામ કર્યું કે સમગ્ર મામલો વાયરલ થઈ ગયો.

ઘણા લોકો કહી રહ્યા છે કે વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ, નહીં તો તેની આ હરકત એક ટ્રેન્ડ બની જશે. વાસ્તવમાં, વાયરલ થયેલા વીડિયોમાં મધ્યપ્રદેશનો એક વ્યક્તિ તેની નવી મહિન્દ્રા થાર રોક્સ ખરીદીને હવામાં ફાયરિંગ કરીને ઉજવણી કરતો જોવા મળે છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે.

 

આ વિડિયો ‘યશપાલ સિંહ પંવાર’ (@yashpal_singh_panwar_nalkheda)ના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાં લખવામાં આવ્યું હતું – મામા સાહેબ હોકમને નવી થાર ROXX ખરીદવા પર ખૂબ ખૂબ અભિનંદન. વાયરલ ક્લિપમાં જોવા મળે છે કે 18 નવેમ્બરના રોજ મહિન્દ્રાના શોરૂમની સામે સફેદ રંગની શણગારેલી કારમાં એક વ્યક્તિ તેના સંબંધી સાથે બેઠો છે અને હવામાં ગોળીબાર કરી રહ્યો છે.

જ્યારે આ વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો, ત્યારે લોકો ગુસ્સે થઈ ગયા અને ફાયરિંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવા લાગ્યા. લોકોએ કહ્યું કે ઉજવણી કરવાની આ રીત યોગ્ય નથી. કેટલાક યુઝર્સે કહ્યું કે, શોરૂમ મેનેજર આ મામલે કંઈ કરી શકે તેમ નથી, કારણ કે તેણે પોતાનો જીવ બચાવવો હતો.

Twinkle