ટીશર્ટની ઉપર બ્રા અને લોઅરની ઉપર લોઅર પેહરીને નેહા કક્કર એ આપ્યા એવા પોઝ કે થઇ ગઈ ટ્રોલ, 5 તસવીરો નીચે લિન્કમાં
ચાહકોની પ્રિય બોલિવૂડ ગાયિકા નેહા કક્કરને હંમેશા તેના અવાજ અને સુંદરતા માટે ઘણો પ્રેમ મળ્યો છે. ગાયિકા નેહા કક્કર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તે દરરોજ કંઈક ને કંઈક શેર કરતી રહે છે. આ વખતે નેહાએ કંઈક એવું પહેર્યું છે જેના પછી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. બોલિવૂડ ગાયિકા દરરોજ ભારત અને વિદેશમાં લાઈવ પર્ફોર્મન્સ પણ આપે છે. પોતાના ગીતોની સાથે, નેહા પોતાની ફેશન સ્ટાઇલ માટે પણ હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં તેણે તેના કોન્સર્ટ પહેલા કેટલાક ફોટા શેર કર્યા છે. જેના પછી તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.
આ વખતે નેહાને તેના કપડાંને કારણે ટ્રોલ કરવામાં આવી રહી છે. તેણે કંઈક એવું પહેર્યું છે જેના પછી તેની ફેશન સેન્સ અંગે હોબાળો મચી ગયો છે. નેહાએ જે ફોટા શેર કર્યા છે તેમાં તેણે ક્રોપ ટોપ ઉપર વાદળી રંગની બ્રા પહેરી છે. એટલું જ નહીં, તેણે લોઅર ઉપર લોઅર પહેર્યું છે. આ સાથે, તે લબ્બૂબૂ ડોલ પકડી છે. નેહાની ફેશન સેન્સ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ફોટા શેર કરતી વખતે નેહાએ લખ્યું ‘મારા પુકી લાબૂબુ સાથે ફેબ સાઉન્ડ ચેક..ન્યૂ હોરાઇઝન કોલેજ ઓફ એન્જિનિયરિંગ બેંગ્લોર માટે આજે રાત્રે પર્ફોર્મ કરવા માટે ઉત્સાહિત છું!’
નેહાના ફોટા પર ચાહકો જાતજાતની પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે. તેના આ ફોટોને કારણે, નેહા હવે જોરદાર ટ્રોલ થઈ રહી છે. એક યુઝરે લખ્યું – આ કેવા પ્રકારની ફેશન છે. જ્યારે બીજાએ લખ્યું – વિચિત્ર લોકો, જે ટી-શર્ટ ઉપર બ્રા પહેરે છે. એક યુઝરે લખ્યું – વિચિત્ર ફેશન ભાઈ, અંદર બહાર વસ્તુઓ પહેરી રહ્યા છો. બીજાએ લખ્યું – ખરાબ ડ્રેસિંગ સેન્સ.
તમને જણાવી દઈએ કે નેહા કક્કરનું લેટેસ્ટ ગીત રિમ ઝીમ તાજેતરમાં રિલીઝ થયું છે. આ ગીતમાં પ્રિયા પ્રકાશ વોરિયર અને ઋત્વિક જોવા મળી રહ્યા છે.