બોલીવુડની ખ્યાતનામ ગયણિક નેહા કક્કર તેના અવાજ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. પંજાબી ગાયક રોહનપ્રિત સાથે લગ્ન બાદ તે વધારે ખીલતી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આ દરમિયાન જ નેહાએ ઇન્ડિયન આઇડલના સેટ ઉપરથી કેટલીક તસવીરો શેર કરી છે. જે ખુબ જ વાયરલ થઇ રહી છે.
નેહાએ તસવીરો શેર કરવાની સાથે લખ્યું છે, “ઇન્ડિયન આઇડલ ટીમનું કહેવું છે કે અમારી જજ સાહેબ લગ્ન બાદ વધારે ખીલવા લાગી છે. વધારે ગ્લો કરવા લાગી છે. શું આ સાચું છે ?”
નેહા કક્કર અને તેના પતિ રોહનપ્રીત સિંહે ઇન્ડિયન આઇડલના એક શોની અંદર પોતાની લવ સ્ટોરી વિશે પણ જણાવ્યું હતું.
નેહા અને રોહને ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં લગ્ન કર્યા હતા, જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.
લગ્ન બાદ બને દુબઇ હનીમૂન માટે પણ ગયા હતા. જ્યાંથી પણ નેહાએ સોશિયલ મીડિયા દ્વારા ઘણી તસવીરો શેર કરી હતી અને ચાહકોને પણ આ તસવીરો ખુબ જ પસંદ આવી હતી.
નેહા અને રોહને પહેલી મુલાકાતના બે મહિના બાદ જ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. નેહા સાથે લગ્ન કર્યા બાદ રોહને જણાવ્યું હતું કે તેનું જીવન વધારે સારું બની ગયું છે.
View this post on Instagram
નેહા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે, ચાહકો સાથે પોતાના વીડિયો અને તસવીરો દ્વારા પણ તે જોડાયેલી રહે છે.