નવસારીમાં 12માં ધોરણની પરીક્ષા આપેલા વિદ્યાર્થીએ તેના મિત્રને ફોન કરીને કહ્યું, “હું નદીમાં ઝંપલાવ્યું છું… તું સવારે પપ્પાને….”

દેશભરમાંથી આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણા યુવાનો પ્રેમમાં નિષ્ફળતા મળવાના કારણે અથવા તો પરીક્ષામાં સારું પરિણામ ના આવવાના કારણે પણ પોતાનું જીવન ટૂંકાવી દેતા હોવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. આવી જ એક ઘટના હાલ નવસારીથી સામે આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીના જલાલપુર વિસ્તાર પાસે આવેલા અમૃતનગરમાં છેલ્લા 25 વર્ષથી રહેતા જીતેન્દ્રભાઈ સાવલિયાનો એક માત્ર દીકરા દર્શન સાવલિયાએ તેના મિત્રને પૂર્ણા નદીમાં ઝપલાવતો હોવાનો ફોન કરી લાપત્તા બનતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે. જેના બાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા 10 કલાક કરતા વધુ સમયથી નદીમાં શોધખોળ હાથ ધરવામા આવી રહી છે પણ યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી.

દર્શન સાવલિયાએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. તે શનિવારે રાતે મિત્રના ઘરે હનુમાન પાઠ કરવા જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો. જે બાદ પોતાનું ટુ વ્હીલર લઇને પૂર્ણા નદી પાસે પહોંચ્યો હતો. ત્યાંથી જ તેના મિત્રને ફોન કરીને કહ્યું હતું કે, ‘હું પૂર્ણા નદીમાં ઝંપલાવું છું, તું સવારે પપ્પાને કહી દેજે.’ બસ આટલું કહીને ફોન કટ કરી દીધો હતો.

તો પૂર્ણા નદીની નજીકમાં રહેતા રાજુભાઈ નામના યુવાને એક વ્યકિતને નદીમાં કૂદતા જોયો હતો. તેમના જણાવ્યા મુજબ નદીમાં ઝંપલાવ્યા બાદ અજાણ્યો યુવાન એકવાર બહાર આવ્યો હતો અને બચાવો બચાવોની બૂમો પણ પાડી હતી.

Niraj Patel