દુ:ખદ: PM મોદીના હીરાબાનું 100 વર્ષની ઉંમરે થયું નિધન: PM મોદી ખુદ માતાને કાંધ આપી સ્મશાન જવા રવાના

આપણા દેશના PM નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું આજે શુક્રવારે વહેલી સવારે 100 વર્ષની ઉંમરે નિધન થયું છે. પીએમ મોદીના હીરાબેનને બુધવારે સવારે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે અમદાવાદની ‘UNમહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર’માં એડમિટ કર્યા હતા.

UN મેહતા હોસ્પિટલે તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે, “પીએમ મોદીના માતા 30 ડિસેમ્બર, 2012ના રોજ સવારે 3.30 વાગ્યે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું.” પીએમ મોદી બુધવારે બપોરે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા અને તેમના અંતિમ દિવસો વિતાવ્યા હતા.

તેઓ યુએન મેહતામાં માતાને મળ્યા હતી. તેઓએ લગભગ એક કલાકથી વધુ સમય સુધી હોસ્પિટલમાં રહ્યો. હીરાબેન ગાંધીનગર શહેર નજીકના રાયસણ ગામમાં વડાપ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતા હતા. તેમને હીરા બા પણ કહેવામાં આવે છે..

તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા મંગળવારે PMનરેન્દ્ર મોદીને એડમિટ થયાના ન્યુઝ મળ્યા ત્યારથી સતત ડોક્ટરના સંપર્કમાં હતા. તેઓ માતાની તબિયત અંગે એક એક પળની માહિતી મેળવતા હતા. ત્યાર બાદ મોદી દિલ્હીથી અમદાવાદ આવવા નીકળ્યા હતા.

તેઓ 3.50 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ અને સાંજે 4 વાગ્યે UNમહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે હીરબાની હેલ્થ વિશે નિષ્ણાત તબીબો સાથે વાતચીત કરી હતી. યુ.એન.મહેતાએ બપોરે સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન રિલીઝ કર્યું હતું. તેમજ હોસ્પિટલમાં લગભગ સવા કલાક સુધી રોકાયા બાદ દિલ્હી જવા રવાના થયા હતા.

ત્યારે હીરાબાને મળવા સોમાભાઈ મોદી યુ.એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં હીરાબાના ખબર અંતર પૂછી થોડો સમય રોકાયા બાદ તેઓ રવાના થયા હતા. PM મોદીના માતા આ વર્ષની 18મી જૂને 100 વર્ષની ઉમર થઇ હતી. તેમનો જન્મ 18મી જૂન 19023ના રોજ થયો હતો. PMનરેન્દ્ર મોદી 18મી જૂનના રોજ હીરાબાને વહેલી સવારે ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને મળ્યા હતા. અહીં તેમણે તેમના માતાના પગ ધોઇને પાણી પીધું હતું.

PMમોદીના નાના ભાઇ પંકજ મોદીના પરિવાર સાથે સરગાસણમાં હીરાબા રહે છે. ત્યાં PM મોદીજીએ માતાના આશીર્વાદ લઇ તેમના ખબરઅંતર પૂછયા હતા. એટલું જ નહીં તેમણે PMમોદીએ હીરાબા સાથે બેસીને ખીચડી ખાધી હતી.

YC