સોશિયલ મીડિયામાં PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનારા નડિયાદના યુવકની સાયબર સેલે કરી ધરપકડ, નીકળ્યો ટ્યુશન ક્લાસીસનો સંચાલક

PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવી નડિયાદના યુવકને પડી ભારે.. સાઇબર ક્રાઇમે ગણતરીના દિવસોમાં જ દબોચી લીધો.. જાણો સમગ્ર મામલો

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો પોતાના મનની વાતો શેર કરતા હોય છે. જેને લોકો લાઈક પણ કરે છે અને કેટલીક વાતો પર પોતાના અભિપ્રાયો પણ આપતા હોય છે. ત્યારે ઘણા લોકો એવા પણ હોય છે જે સોશિયલ મીડિયામાં આપત્તિજનક અને કોઈ મોટી વ્યક્તિ વિરુદ્ધ અપશબ્દો પણ પોસ્ટ કરતા હોય છે.

ત્યારે આવી પોસ્ટ પર સાયબર ક્રાઇમની ટેક્નિકલ ટિમ પણ સતત નજર રાખતી હોય છે અને તેના પર મોનીટરીંગ કરીને કાર્યવાહી પણ હાથ ધરતી હોય છે. ત્યારે ગત 25 માર્ચના રોજ બપોરે 2 વાગ્યાની આસપાસ સાયબર ક્રાઇમના ધ્યાનમાં એક એવી જ પોસ્ટ આવી હતી જેમાં પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી એક વ્યક્તિ દ્વારા આપવામાં આવી હતી. આ સાથે જ પીએમ મોદી વિરુદ્ધ જેમ ફાવે તેમ પણ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું.

આ મામલે સાયબર ક્રાઇમ દ્વારા ગુન્હો નોંધીને તે વ્યક્તિની શોધખોળ કરવામાં આવી હતી. જેના બાદ પીએમ મોદી વિરુદ્ધ આ પોસ્ટ કરનાર વ્યક્તિ નડિયાદનો હોવાનું સામે આવ્યું હતું. આ વ્યક્તિનું નામ શેતલ લોલીયાની છે અને તે ટ્યુશન ક્લાસ ચલાવે છે. ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા શેતલની ધરપકડ કરવામાં આવી છે.

શેતલે ક્યાં કારણોસર આ પોસ્ટ કરી હતી તે અંગે સાયબર ક્રાઇમે તેની પુછપરછ કરી રહ્યું છે. પરંતુ હજુ સુધી તેને કોઈ યોગ્ય જવાબ આપ્યો નથી. ત્યારે હવે સાયબર ક્રાઇમ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ મામલે આરોપીએ 25 માર્ચના રોજ પોસ્ટ કરી હતી અને 27 માર્ચના રોજ સાયબર ક્રાઇમ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો.

Niraj Patel