રહસ્યમય મંદિર, ભૂખના કારણે સુકાઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ

આ મંદિરનો ચમત્કાર જોઈ આદ્ય ગુરુ શંકરાચાર્ય પણ થયા હતા હેરાન

ભારત વિશ્વમાં એક આસ્થાનું કેન્દ્ર છે. અહીં ઘણા આશ્ચર્યજનક અને રહસ્યમય મંદિરો આવેલા છે. આમાં ઘણા એવા મંદિરો છે જેમના રહસ્યો આજ સુધી વૈજ્ઞાનિકો દ્વારા ઉકેલી શકાયા નથી. ભગવાન શ્રીકૃષ્ણનું આવું જ એક મંદિર દક્ષિણ ભારતીય રાજ્ય કેરળના તિરુવરપ્પુમાં આવેલું છે. આ પ્રખ્યાત મંદિર આશરે 1500 વર્ષ જૂનું માનવામાં આવે છે.

આ ભગવાન કૃષ્ણના આ મંદિર સાથે ઘણી દંતકથાઓ જોડાયેલી છે. કહેવાય છે કે વનવાસ દરમિયાન પાંડવો ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિની પૂજા કરતા હતા અને તેમને ભોગ અર્પણ કરતા હતા. પાંડવોએ વનવાસ સમાપ્ત થયા બાદ આ ભગવાન કૃષ્ણની મૂર્તિ તિરુવરપ્પુમાં છોડીને ચાલ્યા ગયા હતા, કારણ કે અહીંના માછીમારોએ મૂર્તિને ત્યાં જ છોડવા વિનંતી કરી હતી. માછીમારોએ શ્રીકૃષ્ણને ગ્રામ દેવતા તરીકે પૂજવાનું શરૂ કર્યું. જોકે માછીમારો એક વખત મુશ્કેલીમાં મુકાય ગયા, એક જ્યોતિષીએ તેમને કહ્યું કે તમે બધી પૂજાઓ યોગ્ય રીતે નથી કરી રહ્યા. આ પછી તેમણે દરિયાના એક તળાવમાં ભગવાન કૃષ્ણની મૂર્તિનું વિસર્જન કર્યું.

કેરળના ઋષિ વિલ્વમંગલમ સ્વામીયાર એક વખત હોડીમાં મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ તેમની હોડી એક જગ્યાએ અટકી ગઈ. લાખ પ્રયત્નો પછી પણ હોડી આગળ ન વધી શકી, તેથી તેના મનમાં સવાલ થવા લાગ્યો કે એવું શું છે કે તેની હોડી આગળ નથી વધી રહી. આ પછી તેમણે પાણીમાં નીચે ડૂબકી મારીને જોયું તો ત્યાં એક મૂર્તિ પડેલી જોઈ.

ઋષિ વિલ્વમંગલમ સ્વામીયારે મૂર્તિને પાણીમાંથી બહાર કાઢી અને પોતાની હોડીમાં મૂકી. ત્યારબાદ તેમણે એક ઝાડ નીચે આરામ કરવા રોકાયા અને મૂર્તિને ત્યાં મૂકી. જ્યારે તે ત્યાંથી જવા માટે નીકળ્યા ત્યારે, તેણે મૂર્તિને ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પણ તે મૂર્તિ ત્યાં જ ચોટી ગઈ. આ પછી મૂર્તિને ત્યાં સ્થાપિત કરવામાં આવી. આ મૂર્તિમાં ભગવાન શ્રીકૃષ્ણનો ભાવ તે સમયનો છે જ્યારે તેમણે કંસનો વધ કર્યો હતો, તે ખૂબ ભૂખ્યા હતા. આ માન્યતાને કારણે તેમને હંમેશા ભોગ અર્પણ કરવામાં આવે છે.

દિવસમાં 10 વખત ભોગ ચઢાવવામાં આવે છે :એવું માનવામાં આવે છે કે અહીં સ્થિત ભગવાનના વિગ્રહને ભૂખ સહન નથી થતી, જેના કારણે તેમના ભોગ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાનને દિવસમાં 10 વખત ભોગ ચઢાવવામાં આવે છે. જો ભોગ ન ચઢાવવામાં આવે તો તેમનું શરીર સુકાઈ જાય છે. એવું પણ માનવામાં આવે છે કે થોડો -થોડો પ્રસાદ પ્લેટમાંથી અદૃશ્ય થઈ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતે આ પ્રસાદ ખાય છે.

ગ્રહણ કાળમાં પણ મંદિર બંધ નથી થતું : આ અગાઉ આ મંદિર ગ્રહણના સમયગાળા દરમિયાન સામાન્ય મંદિરોની જેમ બંધ હતું, પરંતુ એકવાર જે બન્યું તે જોઈને બધાને આશ્ચર્ય થયું. ગ્રહણના અંત સુધીમાં, તેની મૂર્તિ સુકાઈ જાય છે, કમરનો પટ્ટો પણ લપસી ગયો અને નીચે પડી ગયો. જ્યારે આદિ શંકરાચાર્યને આ વિશે ખબર પડી ત્યારે તેઓ પોતે આ પરિસ્થિતિ જોવા અને સમજવા માટે ત્યાં પહોંચ્યા. સત્ય જાણીને તેને પણ આશ્ચર્ય થયું. આ પછી, તેમણે કહ્યું કે ગ્રહણના સમયગાળા દરમિયાન પણ મંદિર ખુલ્લું રહેવું જોઈએ અને ભગવાનને સમયસર ભ ધરવો જોઈએ.

મંદિર માત્ર 2 મિનિટ માટે બંધ થાય છે : આદિશંકરાચાર્યના આદેશ અનુસાર, આ મંદિર 24 કલાકમાં માત્ર 2 મિનિટ માટે બંધ છે. મંદિર 11.58 મિનિટે બંધ છે અને બરાબર 12 વાગ્યે 2 મિનિટ પછી ખોલવામાં આવે છે. મંદિરના પૂજારીને તાળાની ચાવી સાથે કુહાડી આપવામાં આવી છે. પુજારીને કહેવામાં આવ્યું છે કે જો તાળું ખોલવામાં સમય લાગે તો તેણે કુહાડી વડે તાળું તોડી નાખવું, પરંતુ ભગવાનને ભોગ ધરવામાં વિલંબ ન થવો જોઈએ.

આ સિવાય જ્યારે ભગવાનનો અભિષેક કરવામાં આવે છે ત્યારે પહેલા વિગ્રહનું માથું અને પછી આખું શરીર સુકાઈ જાય છે. કારણ કે અભિષેકમાં સમય લાગે છે અને તે સમયે ભોગ અર્પણ કરી શકાતો નથી. લોકો આ ઘટના જોઈને આશ્ચર્યચકિત છે.

YC