મશહૂર મ્યુઝિક કંપોઝરનું 28 વર્ષની ઉંમરે નિધન, ઇન્ડસ્ટ્રીને લાગ્યો મોટો ઝટકો

28 વર્ષની ઉંમરમાં પોપ્યુલર મ્યુઝિક કંપોઝરનું નિધન, ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર

તમિલ ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પોપ્યુલર તમિલ મ્યુઝિક કંપોઝર પ્રવીણ કુમારે ગુરુવારે સવારે આ દુનિયાને અલવિદા કહી દીધું. પ્રવીણ કુમારે માત્ર 28 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમને 1 મેના રોજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ 2 મેના રોજ સવારે 6:30 વાગ્યે તેમનું અવસાન થયું. પ્રવીણ કુમારના નિધન બાદ સમગ્ર તમિલ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ છે.

જણાવી દઈએ કે પ્રવીણ કુમારે પોતાના કરિયરની શરૂઆત કીબોર્ડ પ્લેયર તરીકે કરી હતી. પરંતુ પાછળથી તેણે રાકાધન, મેથાગુ, કક્કન અને બંપર જેવી ફિલ્મો માટે મ્યુઝિક કંપોઝ કર્યુ. પ્રવીણ કુમારે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાકાધન માટે સંગીત આપ્યું હતું અને તેમના કામથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા.

જો કે, વાસ્તવિક ઓળખ પ્રવીણ કુમારને ફિલ્મ મેથાગુથી મળી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રવીણ કુમારના નિધન બાદ ઘણી પ્રતિષ્ઠિત હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો અને સંગીતકારને શ્રદ્ધાંજલિ આપી. તેમના અંતિમ સંસ્કાર 3 મેના રોજ સાંજે 6 વાગ્યે કરવામાં આવ્યા.

અહેવાલો અનુસાર, પ્રવીણ કુમાર ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં કિડની સંબંધિત બિમારીની સારવાર લઈ રહ્યો હતો, બાદમાં તેને રોયાપેટ્ટાના ઓમાંદુરાર જીએચમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. પ્રવીણ મૂળ તંજાવુરના વડક્કુ વાસલનો રહેવાસી હતો.

Shah Jina