ક્યારેય નહિ જોયો હોય આવો ભય આવો ભયાનક મુર્ગા ડાન્સ, લગ્નમાં અનોખા અંદાજમાં નાચી રહેલા આ વ્યક્તિનો વીડિયો થયો વાયરલ, જુઓ

હસી હસીને બઠ્ઠા વાળી દે દેવા મુર્ગા ડાન્સનો વીડિયો થયો ઇન્ટરનેટ પર વાયરલ, જોઈને લોકો પણ લેવા લાગ્યા બરાબરની મજા, તમે પણ જુઓ

લગ્નને લઈને લોકો ખુબ જ ઉત્સાહિત હોય છે, કારણે કે લગ્ન એક એવો પ્રસંગ છે જેમાં તમને બધું જ ખુશીઓ મળી જતી હોય છે. લગ્નમાં ડાન્સનું પણ ખુબ જ મહત્વ હોય છે અને વરરાજાના વરઘોડા દરમિયાન કે લગ્નની આગળની રાત્રે યોજાતી સંગીત સંધ્યામાં પણ ઘણા લોકો ડાન્સ પણ કરતા હોય છે.

ત્યારે ઈન્ટરનેટ પર પણ આવા ઘણા ડાન્સ વીડિયો વાયરલ થતા હોય છે. જેને જોઈને તમે પણ હેરાન રહી જાઓ. ઘણીવાર કેટલાક લોકો ફની ડાન્સ કરતા હોય છે, તો કેટલાક લાજવાબ ડાન્સ કરીને દિલ જીતી લેતા હોય છે. ઘણીવાર વિચિત્ર ડાન્સ પણ જોવા મળતો હોય છે. આ ક્રમમાં હાલ એક એવા જ ફની અને વિચિત્ર મુર્ગા ડાન્સનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં વ્યક્તિની પ્રતિભા જોઈને તમે દંગ રહી જશો. તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ તેના માથા પર તપેલા જેવું કઈ પહેરીને અને સાવરણીની પૂંછડી લગાવીને મરઘો બની જાય છે. આ પછી, તે એવી રીતે ડાન્સ કરે છે કે જોનારા હસવાનું રોકી શકતા નથી. ઈન્ટરનેટ પર આ વીડિયો જોઈને તમે પણ હસવા લાગશો. આ ક્લિપ એટલી જોરદાર છે કે લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by (@12m_queen__)

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર 12m_queen__ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. હવે આ વીડિયો જોઈને લોકો હસીને બઠ્ઠા વળી રહ્યા છે. માત્ર થોડીક સેકન્ડની આ ક્લિપ એટલી જોરદાર છે કે તેને વારંવાર જોવામાં આવી રહી છે. 8 એપ્રિલે અપલોડ કરાયેલા આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે, જેને અત્યાર સુધીમાં 3.8 લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે.

Niraj Patel