માત્ર પરણિત નહિ પરંતુ એક બાળકનો પિતા છે જુનાગઢનો મુનવ્વર ફારુકી ? એવો ખુલાસો થયો કે અંજલી પણ ચોંકી જશે

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતનો શો ‘લોક અપ’ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. શોમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં જ કંગનાના શોમાં એક એવા રહસ્ય પરથી પડદો હટાવવામાં આવ્યો છે, જેના કારણે દર્શકો દંગ રહી ગયા છે. શોના સૌથી લોકપ્રિય સ્પર્ધક કોમેડિયન મુનવ્વર ફારૂકી પોતાના જીવન સાથે જોડાયેલી સૌથી મોટી હકિકત દુનિયા સમક્ષ લાવ્યા છે. દર્શકોને સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીના અંગત જીવન વિશે કોઈ ખ્યાલ નહોતો. મુનવ્વર ફારૂકી લોક અપના સૌથી પ્રખ્યાત અને ચર્ચિત સ્પર્ધકોમાંથી એક છે. જ્યારથી મુનવ્વર કંગના રનૌતના કેદી બન્યા છે ત્યારથી તેની ફિમેલ ફેન ફોલોઈંગ વધી રહી છે.

સાયશા શિંદે અને અંજલિ અરોરા પણ મુનવ્વરને દિલ આપી ચૂકી છે. પરંતુ કોમેડિયને હવે શોમાં એક એવું રહસ્ય ખોલ્યું છે, જેનાથી તેના ફેન્સ ચોંકી ગયા છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર મુનવ્વર ફારૂકીના અંગત જીવન વિશે ઘણી ચર્ચા છે. જજમેન્ટ ડે પર કંગના રનૌતે મુનવ્વરને તેના અંગત જીવન વિશે પૂછ્યું. કંગનાએ મુનવ્વરને કહ્યું કે જો તે જણાવવા માંગે છે તો કરી શકે છે. પહેલા તો મુનવ્વરે પોતાના અંગત જીવન વિશે વાત કરવાની ના પાડી દીધી, પરંતુ કંગનાના સમજાવવા પર તેણે મૌન તોડ્યું અને પોતાના લગ્ન વિશે મોટો ખુલાસો કર્યો. કોમેડિયને ખુલાસો કર્યો કે તે વાસ્તવિક જીવનમાં પરણીત છે. આટલું જ નહીં તેમને એક પુત્ર પણ છે.

મુનવ્વરે જણાવ્યું કે તેના લગ્ન ખૂબ જ નાની ઉંમરમાં થયા હતા. તે કહે છે કે તે ફક્ત તેની પત્ની અને બાળક માટે આ શોનો ભાગ બન્યો છે. તેનું સત્ય જાણીને શોના અન્ય સ્પર્ધકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ સાથે કંગનાએ તેને એક અસ્પષ્ટ તસવીર બતાવી અને પૂછ્યું કે શું તે સાચું છે? જોકે, મુનવ્વરે આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. પછી કંગનાના કહેવા પર તેણે સત્ય કહ્યું. મુનવ્વરે કહ્યું કે તેના લગ્ન ઘણા વર્ષોથી થયા છે. આ લગ્નથી તેને એક સંતાન પણ છે. તેણે કહ્યું કે તે 1.5 વર્ષથી તે તેની પત્નીથી અલગ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Chetana Wankhade Wahi (@chetana_cnd)

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં મુનવ્વર એક મહિલા અને બાળક સાથે જોવા મળે છે. આ તસવીર જોઈને દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે મુનવ્વર સાથે ઉભેલી મહિલા સાથે તેનો શું સંબંધ છે? હવે મુનવ્વરે પોતે કહ્યું છે કે તસવીરમાં દેખાતી મહિલા તેની પત્ની છે અને બાળક તેનો પુત્ર છે. મુનવ્વરના આ મોટા ખુલાસાથી તેની રમત પર શું અસર પડશે, તે જોવાનું રહેશે.

Shah Jina