જુઓ વીડિયો: માસ્ક ન પહેરવા પર મુંબઇ પોલિસે આપી એવી સજા કે વીડિયો થઇ ગયો વાયરલ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર વધતો જઇ રહ્યો છે. મુંબઇ, પૂણે જેવા શહેર તેમાં કેન્દ્રમાં છે. આ શહેરોમાં કોરોનાને કારણે ઘણા પ્રતિબંધો લાગુ કરાવવામાં આવ્યા છે. તેવામાં મુંબઇ પોલિસની કાર્યવાહીનો એક મામલો સામે આવ્યો છે. ટ્વીટર યુઝરે દાવો કર્યો છે કે, માસ્ક ન પહેરવા પર યુવકોને મરઘા બનાવીને ચલાવવામાં આવ્યા હતા.

મુંબઇ પોલિસે મંગળવારે જણાવ્યુ કે, દક્ષિણ મુંબઇના મરીન ડ્રાઇવમાં સમુદ્રમાં ઘુસ્વાની કોશિશ કરવા માટે લગભગ 5 લોકોને દંડિત કરવામાં આવ્યા હતા. તેમને મરઘો બનાવીને ચલાવવામાં પણ આવ્યા હતા.

ટ્વીટર પર આ વીડિયોનો જવાબ આપતા મુંબઇ પોલિસે તેમના અધિકારિક હેંડલના માધ્યમથી કહ્યુ કે, બધા ઉલ્લંઘન માટે કાર્યવાહી કાનૂની પ્રાવધાનવ છે અને એકમાત્ર દંડાત્મક કાર્યવાહી છે.

મુંબઇ પોલિસે જણાવ્યુ હતુ કે, સમુદ્ર કિનારે ડ્યુટી પર ગશ્ત કરનાર વાળા પર પોલિસ કર્મીઓની એક ટીમે સજા માટે તેમને મરઘા બનાવ્યા અને તેમને મરઘા વોક પણ કરાવવામાં આવ્યુ. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Shah Jina