દેશમાંથી ઘણીવાર એવી એવી વારદાત સામે આવે છે તેની તસવીરો કે વીડિયો સામે આવ્યા બાદ લોકો હેરાનીમાં મૂકાઇ જાય છે. ત્યારે હાલમાં મહારાષ્ટ્રના મુંબઇથી રુવાડા ઊભા કરી દેનારી ખબર સામે આવી છે. આ ઘટના ગત શુક્રવારના રોજ બપોરની જણાવવામાં આવી રહી છે. મુંબઇના પાયધુનિ વિસ્તારની આ ઘટના છે. માહિમ વિસ્તારનો રહેવાસી 25 વર્ષિય અમીર રઇસ અહમદ ખાને તેના સાથી 20 વર્ષિય રાજુ પટેલ સાથે પાયધુનિ વિસ્તારમાં હાજર સલમાન કલેક્શન (કપડાની દુકાન) પર ગયો હતો.
આ દરમિયાન તેની દુકાનદાર સાથે કોઇ વાત પર બહેસ થઇ ગઇ અને થોડી વાર પછી રઇસ તેના મિત્ર રાજૂ સાથે ફરીથી દુકાને પહોંચ્યો અને તે દરમિયાન તેના હાથમાં તલવાર હતી. રઈસને હાથમાં તલવાર લઈને આવતા જોઈને દુકાનમાં હાજર લોકો છુપાઈ જવાની કોશિશ કરવા લાગ્યા. રઈસ દુકાનમાં પ્રવેશતાની સાથે જ તલવાર વડે હુમલો કરવા લાગ્યો હતો. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે રઈસ અને તેના સાથી વિરુદ્ધ કલમ 326, 324, 452, 504, 506, 143, 144, 147, 148, 149, 427 અને કલમ 4 અને 25 હેઠળ કેસ નોંધ્યો હતો.
ત્યારબાદ બંનેની માહિમ વિસ્તારમાંથી પણ ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ પોલીસ દ્વારા ઘાયલોની મેડિકલ સારવાર પણ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે બંને પક્ષો વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી, જેના કારણે હુમલો કરવામાં આવ્યો હતો. હાલ તો આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
Maharashtra | Attack on a shop owner in broad daylight in Mumbai’s Paydhuni on 14th April
Two accused – Amir Raees Ahmed Khan and Vinayak Raju Patel- have been arrested from Mahim and booked under various sections of IPC and Arms Act. Although the motive behind the attack is… pic.twitter.com/z7U5Ik9aBW
— ANI (@ANI) April 15, 2023