ઉડાન દરમિયાન હવામાં જ ફ્લાઇટનું AC થઇ ગયુ બંધ, 3 મુસાફરો બેહોશ, વીડિયો જોઈને ફફડી ઉઠશો

હવામાં જ ફ્લાઇટના ACએ કામ કરવાનું કરી દીધુ બંધ, ગરમીથી તડપતા રહ્યા લોકો, પ્લેનમાં બેસતા પહેલા હિંમત હોય તો આ વીડિયો એકવાર જોજો

સોશિયલ મીડિયામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ફ્લાઈટની અંદરનો છે. વીડિયો વિશે એવો દાવો કરવામાં આવ્યો છે કે ગો ફર્સ્ટ ફ્લાઈટમાં અચાનક ACએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે ફ્લાઈટમાં હોબાળો મચી ગયો હતો અને તેના કારણે ફ્લાઈટની અંદર ત્રણ પેસેન્જર બેહોશ પણ થઈ ગયા હતા. આ વાયરલ વીડિયો રોશની વાલિયા નામની મહિલાએ ટ્વિટર પર શેર કર્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ફ્લાઈટની અંદરનું વાતાવરણ ખૂબ જ ખરાબ છે અને પેસેન્જર્સ પ્લેનમાં આપેલ સેફ્ટી ઈન્સ્ટ્રક્શન કાર્ડનો ફેન તરીકે ઉપયોગ કરી રહ્યા છે.મહિલા રડતી પણ જોવા મળી રહી છે. ગરમીના કારણે બંધ થયેલી ફ્લાઈટમાં મુસાફરો ખૂબ જ પરેશાન દેખાય છે. વીડિયો પોસ્ટ કરતાં મહિલાએ લખ્યું કે ગો ફર્સ્ટની G8 2316 ફ્લાઈટ મારા સૌથી ખરાબ અનુભવોમાંથી એક હતી. AC કામ ન કરવાને કારણે આખી ફ્લાઈટ દરમિયાન મુસાફરોનો શ્વાસ રૂંધાયો હતો અને આ સમસ્યામાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો.

દરેક મુસાફરને પરસેવો વળી રહ્યો હતો. મહિલાએ જણાવ્યું કે ફ્લાઈટની અંદર 3 લોકો બેહોશ પણ થઈ ગયા હતા. તેના ટ્વીટ પર GoFirst એ ટ્વિટ કરીને વાલિયાને તેની મુસાફરીની વિગતો આપવા કહ્યું જેથી એરલાઈન આ મામલાની તપાસ કરી શકે.ગો ફર્સ્ટ ફ્લાઈટના આ વાયરલ વીડિયોમાં એક મહિલા કહેતી જોવા મળી રહી છે કે, “દરેક વ્યક્તિ ખૂબ ગરમીમાં છે. પ્લેન 5:30 વાગ્યે ઊડ્યું અને હવે 6:20 વાગ્યા છે અને તેમનું AC કામ કરતું નથી.

આમાં એક કેન્સરનો દર્દી છે, જે ખૂબ પીડાઈ રહ્યો છે. જો એસી કામ કરતું ન હતું અને તેને ખબર હોત તો તેણે ફ્લાઈટ ન લીધી હોત. અમે રૂ.12 હજારનું વન-વે ભાડું ચૂકવ્યું છે. ગો ફર્સ્ટ સામે કાર્યવાહી થવી જોઈએ.” મહિલાએ 14 જૂને ટ્વિટર પર વીડિયો શેર કર્યો હતો. મહિલાના આ વીડિયો પર કેટલાક ટ્વિટર યુઝર્સે ડીજીસીએને આ મામલે તપાસ કરવા માટે ટેગ પણ કર્યું છે.

તમને જણાવી દઈએ કે GoFirst વાડિયા ગ્રુપની એરલાઈન છે. આ એરલાઇન પોતાને ઓછી કિંમતની કેરિયર કંપની કહે છે જેનો ઉદ્દેશ્ય લોકોને સસ્તી હવાઈ મુસાફરી પૂરી પાડવાનો છે.

Shah Jina