8 રૂપિયાનો શેર 466નો થયો, 1 લાખના બની ગયા 57 લાખ, ફટાફટ ચેક કરો તમારી પાસે છે કે નહિ આ સ્ટોક

Multibagger Stock : સ્ટોક માર્કેટ આમ તો ખુબ જ રિસ્કી માનવામાં આવે છે, તો પણ તેમાં મની રોકનારાની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. તેનું કારણ છે કે કોઈને કોઈને શેર એવો નિકળી જાય છે, જે તેના રોકાણકારોની કિસ્મત બદલી નાખે છે. તેના ઘણા ઉદાહરણો પણ હાજર છે, જેમાંથી કેટલાકે લોન્ગ ટર્મમાં તો કેટલાકે ખૂબ જ ઓછા સમયમાં રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે.

આવો જ એક મલ્ટીબેગર શેર છે સૂરજ પ્રોડક્ટ (Suraj Porduct Share)નો, જેને ફક્ત 4 વર્ષમાં જ 1 લાખના 55 લાખ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે મલ્ટીબેગર શેર્સ બહુ જ ઓછા હાથમાં આવે છે. આમાં સૂરજ પ્રોડક્ટ્સનો એક એવો ખાસ સ્ટોક છે જે તેના ઇન્વેસ્ટરો માટે ચમત્કારિક મલ્ટીબેગર સાબિત થયો છે. આ શેરે છેલ્લા ચાર વર્ષમાં તેના રોકાણકારોને 5400%થી વધુ રિટર્ન આપ્યું છે.

આ સમયગાળા દરમિયાન આ કંપનીના શેરનો ભાવ 8 રૂપિયાથી વધીને 444.40 રૂપિયા થઈ ગયો છે. જો આપણે ચાર વર્ષમાં મળેલા રિટર્ન પર નજર કરીએ તો જો કોઈ રોકાણકારે આ શેરોમાં માત્ર રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને અત્યાર સુધી રાખ્યું હોત તો તે રૂ. 1 લાખ વધીને અત્યાર સુધીમાં લગભગ રૂ. 55 લાખ થઈ ગયા હોત.

શેરબજારમાં પ્રોફિટ કમાવો હોય તો સૌથી મોટો મંત્ર એક જ છે કે Patient રહેવું. અમેરિકાના દિગ્ગજ પીઢ રોકાણકાર અને વોરન બફેટના નજીકના ફ્રેન્ડ, સ્વર્ગસ્થ ચાર્લી મુંગેર, જેમને પૈસાના જાદુગર પણ કહેવામાં આવે છે, આ કામ કરતા હતા. આ ફોર્મ્યુલા ખાસ કરીને પેની (Extreme હાઈ રિસ્કી) સ્ટોક્સ માટે યોગ્ય છે. મુંગરે શું કહ્યું તે જો આપણે ધ્યાનમાં લઈએ,

Image source

તો શેરમાં રોકાણ કરવું એ કોઈ વ્યવસાયમાં રોકાણ કરવા જેવું છે, પછી ભલે તે તેના કદને વાંધો ન હોય. એટલે કે, જો કોઈ સ્ટોક રોકાણ માટે પૂરતો સારો હોય, તો તે સ્મોલ-કેપ, મિડ-કેપ કે લાર્જ-કેપ અથવા તો પેની સ્ટોક છે તે જોવું જોઈએ નહીં. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે શેરબજારમાં લાંબા ગાળાનું રોકાણ મોટે ભાગે મલ્ટિબેગર રિટર્ન આપે છે. સૂરજ પ્રોડક્ટ શેર્સ પણ તેનું ઉદાહરણ છે.

જો આપણે આ સ્ટોકના પરફોર્મેન્સ પર નજર કરીએ તો તેણે 4 વર્ષમાં લગભગ 5,400 % રિર્ટન આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં આ મલ્ટિબેગર સ્ટોક BSE પર રૂ. 137થી વધીને 466 રૂપિયા સુધી પહોંચ્યો છે. એટલે કે તેણે લગભગ 238 ટકાની છલાંગ લગાવી છે. હાલ તો આ શેરમાં રોજ અપર સર્કિટ લાગી રહી છે.

તમને જણાવી દઈએ કે આ કંપની આયર્ન પ્રોડક્ટ્સની મેન્યુફેક્ચરર છે અને કંપની સ્પોન્જ અને પિગ આયર્ન ઉપલબ્ધ કરાવે છે. આની પ્રોડક્ટ્સ આખા ઇન્ડિયામાં વેપાર કરી રહી છે. આ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 531.92Cr કરોડ રૂપિયા છે.

YC