આ શેરે લોકોને અપાવ્યા ગાડી-બંગલા, 1 લાખના 5.4 કરોડ બનાવી આપ્યુ છપ્પર ફાડ રિટર્ન

કાશ તમે આ શેર લીધો હોત તો, આજે અમદાવાદના પોશ વિસ્તારમાં મોટો બંગલો હોત…1 લાખના 5.4 કરોડ બનાવી આપ્યુ છપ્પર ફાડ રિટર્ન

શેરબજારમાં રોકાણ તમને કરોડપતિ પણ બનાવી શકે છે. પરંતુ તેના માટે તમારામાં ધૈર્યનો ગુણ હોવો જોઇએ. આજે અમે તમને એક એવા શેર વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેણે લાંબી અવધિ માટે પૈસા લગાવનારને કરોડપતિ બનાવી દીધા છે. આ શેર એજિસ લોજિસ્ટિક લિમિટેડ (Aegis Logistics Limited ) છે. આ શેરે 20 વર્ષમાં 52,430% રિટર્ન આપ્યુ છે.

આ શેરની પ્રાઇઝ હિસ્ટ્રી જોઇએ તો આ શેર 20 વર્ષ પહેલા 5 પૈસાનો હતો અને અત્યારે આ વધીને 293 રૂપિયા પર પહોંચી ગયો છે. એટલે કે આ શેરે 52430% છપ્પર ફાડ રિટર્ન આપ્યુ છે. વાત કરીએ રિટર્નની તો જો કોઇ રોકાણકારોએ ઓક્ટોબર 2002માં એજિસ લોજિસ્ટિકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હોત તો તેની હોલ્ડિંગની ટોટલ વેલ્યુ આજે 5.45 કરોડ રૂપિયા હોતી.

એટલું જ નહિ છેલ્લા વર્ષે જૂન 2021માં શેર 366 રૂપિયાના લાઇફ ટાઇમ હાઇ પર પહોંચી ગયો હતો. એ સમયે રોકાણકારોને 1 લાખના 6.65 કરોડ મળતા હતા. હવે વાત કરીએ આખરે આટલું તગડુ રિટર્ન આપનાર કંપની શું કરે છે ? Aegis Logistics Limited તેલ અને ગેસ લોજિસ્ટિક્સમાં પ્રમુખ છે. આ કંપનીએ Q1FY22માં 678 કરોડ રૂપિયાની તુલનામાં 2235 કરોડ રૂપિયાના કુલ રાજસ્વમાં અનેક ઘણો પ્રોફિટ દર્જ કરાવ્યો છે.

છેલ્લા ત્રિમાસિકમાં આ કંપનીનું રાજસ્વ 2103 કરોડ રૂપિયા હતુ, જ્યારે સમીક્ષાધીન ત્રિમાસિકમાં કંપનીએ Q1FY21માં 72 કરોડ રૂપિયાથી કુલ 107 કરોડ રૂપિયાનો શુદ્ધ લાભ હાંસિલ કર્યો હતો.

Shah Jina