આ મલ્ટીબેગર સ્ટોકે મચાવી ધમાલ !! 5 જ વર્ષમાં 1 લાખના બનાવી દીધા 35 લાખ….3000%થી વધારે આપ્યુ રિટર્ન

ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં મજબૂત હાજરી ધરાવતી કાપડ રિટેલ કંપની, V2 રિટેલ લિમિટેડ હાલમાં રોકાણકારોને આકર્ષી રહી છે. કંપનીના શેરમાં છેલ્લા પાંચ વર્ષમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, જે સ્મોલ-કેપ સ્પેસમાં ભાગ્યે જ જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન આ શેરે મલ્ટી-બેગર રિટર્ન આપ્યું છે, જેના કારણે જે રોકાણકારોએ ₹1 લાખ રોક્યા હશે તેના ₹30 લાખથી વધુ થઈ ગયા છે. તેનું માર્કેટ કેપ ₹8,474 છે.

20 નવેમ્બર 2020 ના રોજ સ્ટોક ફક્ત ₹69 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે 25 નવેમ્બર 2025ના રોજ 2400 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યો છે. જો કોઈ રોકાણકારે પાંચ વર્ષ પહેલાં ₹1 લાખનું રોકાણ કર્યું હશે તો આજે તેનું મૂલ્ય આશરે 34-35 લાખ જેટલું હશે. V-2 રિટેલની સ્થાપના 2001 માં રામચંદ્ર અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી. કંપનીનું ધ્યાન ભારતીય ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો પ્રદાન કરવાનું છે.

આજે, કંપની 195 શહેરોમાં 259 સ્ટોર્સ ચલાવે છે અને 27.94 લાખ ચોરસ ફૂટનું રિટેલ નેટવર્ક ધરાવે છે. તેની પાસે GODSPEED, Herrlich, Glamora અને ebellia જેવી ઘણી ઇન-હાઉસ બ્રાન્ડ્સ છે. નાણાકીય વર્ષ 26 માં, કંપનીએ નાણાકીય વર્ષ 26 ના પહેલા છ મહિનામાં 70 સ્ટોર્સ ઉમેર્યા હતા, જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં કુલ 16 નવા સ્ટોર્સ ઉમેરાયા. આનાથી કુલ નેટવર્ક 275 સ્ટોર્સ પર પહોંચે છે. નાણાકીય વર્ષ 26 માટેનો લક્ષ્યાંક હવે 130 સ્ટોર્સ સુધી વધારી દેવામાં આવ્યો છે, જેમાં નાણાકીય વર્ષ 27માં 150 સ્ટોર્સ ઉમેરવાની યોજના છે.

આ માટે અંદાજે ₹350 કરોડ મૂડીખર્ચ અને ₹25-30 કરોડ વેરહાઉસિંગ ખર્ચની જરૂર પડશે. છેલ્લા મહિનામાં, તેનો સ્ટોક 3.54 ટકા વધ્યો છે. વધુમાં, છેલ્લા છ મહિનામાં તેમાં 23.95 ટકાનો વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં, તેના શેરમાં 3242.65 ટકાનો વધારો થયો છે. 2020માં કંપનીના શેરનો ભાવ ફક્ત ₹66.45 હતો. તેનો 52-સપ્તાહનો ઉચ્ચતમ ભાવ ₹2564.10 છે અને 52-સપ્તાહનો નીચો ભાવ ₹1211 છે. એક જ વર્ષમાં આ શેરે રોકાણકારોને 82% વળતર આપ્યું છે.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના ન્યુઝ અથવા પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)

Previous Article

વર્ષ 2025 ના છેલ્લા મહિનામાં બનશે ચતુર્ગ્રહી યોગ, આ રાશિઓની પલટાશે કિસ્મત- અચાનક ધનલાભના યોગ

Next Article

આજનું રાશિફળ : 26 નવેમ્બર, જાણો કેવો રહેશે તમામ 12 રાશિઓ માટેનો આજનો દિવસ

error: Protected Content!