માત્ર એંટીલિયા જ નહિ મુકેશ અંબાણીની આ દેશમાં પણ છે આલીશાન હવેલી, કિંમત જાણીને બે સેકન્ડ તો ધબકારા જ બંધ થઇ જાય

શાહી પરિવારનો હતો સ્ટોક પાર્ક, મુકેશ અંબાણીએ 592 કરોડમાં ખરીદ્યો…300 એકરના ક્લબમાં 27 ગોલ્ફ કોર્સ. .જુઓ લક્ઝરી રિસોર્ટની તસવીરો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની કંપનીને ભારતની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક ગણવામાં આવે છે અને તેમની પાસે વિવિધ ઉદ્યોગોમાં ઘણી પેટાકંપનીઓ પણ છે. મુકેશ અંબાણી હોસ્પિટાલિટી સેક્ટરમાં પણ તેમનો બિઝનેસ વધારી રહ્યા છે. તેમણે કેટલીક વૈભવી મિલકતોનું સંચાલન કરવા માટે વિક્રમ ઓબેરોય સાથે ભાગીદારી કરી. તેમના વૈભવી મિલકતો પ્રત્યેના પ્રેમ વિશે ઘણા લોકો વાકેફ છે.

પરંતુ શું તમે જાણો છો કે આ ભારતીય અબજોપતિ બ્રિટનમાં કન્ટ્રી ક્લબના માલિક છે. જણાવી દઈએ કે તે બકિંગહામશાયરમાં સ્ટોક પાર્ટી કન્ટ્રી ક્લબના માલિક છે, જેની કિંમત 592 કરોડ રૂપિયા છે. ઓબેરોય ગ્રુપ સાથે ભાગીદારી કર્યા પછી, તે હવે ભારત અને યુકેમાં ત્રણ પ્રોપર્ટીના ઇન ચાર્જ છે. આ તમામ મિલકતોના માલિક મુકેશ અંબાણી છે. આનો અર્થ એ થયો કે યુકેનો પ્રખ્યાત સ્ટોક પાર્ક જે મુકેશ અંબાણીએ 2021માં 500 કરોડથી પણ વધુમાં ખરીદ્યો હતો, તેનું સંચાલન વિક્રમ ઓબેરોયની કંપની કરે છે.

બ્રિટનનો પ્રખ્યાત અને આઇકોનિક કન્ટ્રી ક્લબ સ્ટોક પાર્ક ભારતના અબજોપતિ મુકેશ અંબાણી પાસે છે. મુકેશ અંબાણીએ 300 એકરમાં બનેલ આ ક્લબને 592 કરોડ રૂપિયા (5.70 કરોડ પાઉન્ડ)માં ખરીદ્યો હતો. આ સંપાદન રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની પેટાકંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ હોલ્ડિંગ્સ લિમિટેડ (RIIHL) દ્વારા કરવામાં આવ્યું હતુ.

સ્ટોક પાર્ક મુકેશ અંબાણી પહેલા બ્રિટિશ રાજવી પરિવારની માલિકીનો હતો. ઘણા વર્ષોથી તેને વેચવાના પ્રયાસો ચાલી રહ્યા હતા અને આખરે મુકેશ અંબાણીએ તેને થોડા વર્ષો પહેલા ખરીદી લીધો. અહીં 49 લક્ઝરી રૂમ, 21 હવેલીઓ અને 28 પેવેલિયન છે. બધાને પાસે 5AA રેડ સ્ટાર રેટિંગ છે. આને કેપેબિલિટી બ્રાઉન અને હમ્ફરી રેપ્ટને ડિઝાઇન કર્યુ હતુ.

આ પાર્ક બ્રિટનના રાજા જોર્જ થર્ડના આર્કિટેક્ટ જેમ્સ વોટ દ્વારા પ્રાઇવેટ પ્લેસ તરીકે બનાવવામાં આવ્યો હતો. અહીં અવારનવાર સેલિબ્રિટી કોન્સર્ટનું આયોજન કરવામાં આવે છે. બકિંગહામશાયરના સ્ટોક પાર્કમાં અનેક લક્ઝરી સ્પા, હોટલ અને ગોલ્ફ કોર્સ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જણાવ્યા અનુસાર, તે આ ઐતિહાસિક સ્થળે રમતગમત અને હોસ્પિટાલિટી સેવાઓ વધારવાની યોજના ધરાવે છે.

આનાથી રિલાયન્સને હોસ્પિટાલિટી સેક્ટરમાં મજબૂત રીતે આગળ વધવામાં મદદ મળશે. આ પાર્કમાં 27 હોલનો ગોલ્ફ કોર્સ, 13 ટેનિસ કોર્ટ અને 14 એકરનો ખાનગી બગીચો છે. આ પાર્ક 900 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. 1908 સુધી તેનો ઉપયોગ ખાનગી રહેઠાણ તરીકે થતો હતો. સ્ટોક પાર્ક ઘણી મોટી ફિલ્મોનો ભાગ રહ્યો છે.જેમ્સ બોન્ડ સિરીઝ સહિત ઘણી ફિલ્મોના શૂટિંગને કારણે આ જગ્યાને યુકેનું હોલીવુડ કહેવામાં આવે છે.

જેમ્સ બોન્ડ સીરિઝની બે ફિલ્મો ગોલ્ડફિંગર (1964) અને ટુમોરો નેવર ડાઈઝ (1997) અહીં શૂટ કરવામાં આવી હતી. આ સિવાય બ્રિજેટ જોન્સ ડાયરી (2001)ના મિની બ્રેક અને રોઇંગ સીન, જેમાં હ્યુગ ગ્રાન્ટ, રેને ઝેલ્વેગર અને કોલિન ફર્થે ભૂમિકા નિભાવી હતી, તેનું શુટિંગ અહીં થયુ હતુ. 2016ના એક સમાચાર અનુસાર પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કન્ટ્રી ક્લબ સ્ટોક પાર્ક ખરીદવા માંગતા હતા, પરંતુ કેટલાક કારણોસર આ ડીલ થઈ શકી નહીં.

Shah Jina