કોણ છે દેશના ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની લાડલી બહેન, જેને ભાઇના મિત્ર સાથે જ થઇ ગયો હતો પ્રેમ અને કર્યા હતા લગ્ન

ભાઇના મિત્રને જ દિલ આપી બેઠી હતી, જાણો કોણ છે દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની બહેન ?

અંબાણી પરિવારની જ્યારે વાત આવે ત્યારે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીનું નામ બધાના મોઢા પર આવે છે. મુકેશ અંબાણી દેશના સૌથી મોટા બિઝનેસમેન છે અને તેઓ દુનિયાના પણ સૌથી ધનિક બિઝનેસમાંના એક છે. પણ તમને જણાવી દઇએ કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સંસ્થાપક ધીરૂભાઇ અંબાણીના ચાર બાળકો છે.

જેમાં બે છોકરા અને બે છોકરીઓનો સમાવેશ થાય છે. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વિશે તો બધા જાણે છે પણ તેમની બે બહેનો નીના અને દીપ્તિ લાઇમલાઇથી દૂર રહે છે અને આ જ કારણ છે કે તેમના વિશે કોઇ વધારે કંઇ જાણતુ નથી. દીપ્તિ મુકેશ અંબાણીની નાની બહેન છે. તેણે પાડોશમાં રહેતા રાજ ઉર્ફે દત્તરાજ સલગાંવકર સાથે લગ્ન કર્યા હતા.

બંનેના લગ્નની કહાની ઘણી દિલચસ્પ છે. તે પરિવાર સાથે ગોવામાં રહે છે. એવું કહેવામાં આવે છે કે, એક સમયે ધીરૂભાઇ અંબાણી મુંબઇના ઉષા કિરણ સોસાયટીના 22માં માળે રહેતા હતા, ત્યાં 14માં માળે બિઝનેસમેન વાસુદેવ સલગાંવકર પરિવાર સાથે રહેતા હતા. બંને વચ્ચે સારા સંબંધો હતો.

વાસુદેવના દીકરા રાજ મુકેશ અંબાણી જેટલા જ હતા અને અનિલ અંબણીથી લગભગ બે વર્ષ મોટા હતા. એવામાં રાજ સલગાંવકર અને મુકેશ અંબાણીની મિત્રતા સારી થઇ ગઇ. ત્યાં મુકેશ અંબાણીની બહેન દીપ્તિ અને રાજ એક બીજાને દિલ આપી બેઠા. રાજ અને દીપ્તિ ઘણીવાર મળતા અને બંને એકબીજાને ઘણો પ્રેમ કરતા હતા, તે બંને લગ્ન પણ કરવા માગતા હતા.

જ્યારે તેમણે તેમના પરિવારને તેમના રિલેશન વિશે જણાવ્યુ તો તેઓ લગ્ન માટે તૈયાર થઇ ગયા. દીપ્તિ અને રાજના લગ્ન 1983માં થયા હતા. જણાવી દઇએ કે, રાજ અને દીપ્તિને બે બાળકો છે, દીકરીનું નામ ઇશિતા જ્યારે દીકરાનું નામ વિક્રમ છે.

ઇશિતાના લગ્ન નીરવ મોદીના ભાઇ સાથે થયા છે. અંબાણી પરિવારના ખાસ કાર્યક્રમમાં દીપ્તિ સલગાંવકર પણ પરિવાર સાથે જોવા મળે છે. દીપ્તિ પતિ અને પરિવાર સાથે જે ઘરમાં રહે છે, તેનું નામ હીરા વિહાર છે. આ ઘર કોઇ મહેલથી કમ નથી.

આ ઘર એટલું મોટુ છે કે તેના મુખ્ય દરવાજા સુધી પહોંચવામાં પણ ગાડીની જરૂરત પડી શકે છે. આ આલીશાન ઘરની ડિઝાઇમ વિદેશી એન્જીનિયર્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

Shah Jina