મુકેશ અંબાણીએ કહ્યું, ‘હું અનંતમાં મારા પિતાને જોઉં છું’, મારા પિતાજી આજે ઘણાં જ ખુશ થઈ રહ્યા હશે, જુઓ વીડિયો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો નાના પુત્ર અનંત અંબાણી આ વર્ષે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. ત્યારે લગ્ન પહેલા અનંત અને રાધિકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ગુજરાતના જામનગરમાં થઈ રહ્યું છે. આ સેલિબ્રેશનનું 1 માર્ચે ઉદ્ઘાટન કરતાં મુકેશ અંબાણીએ કહ્યું કે જ્યારે પણ હું અનંતને જોઉં છું ત્યારે મને તેનામાં મારા પિતા ધીરુભાઈ દેખાય છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતીય પરંપરામાં આપણે મહેમાનોને અતિથિ તરીકે સંબોધીએ છીએ. અતિથિ દેવો ભવ એટલે કે અતિથિ ભગવાન સમાન છે. તમે બધાએ આ લગ્નનું વાતાવરણ મંગલમય બનાવ્યું છે. આજે અનંત અને રાધિકા જીવનભરની ભાગીદારીની સફર શરૂ કરી રહ્યા છે. આજે મારા પિતા ધીરુભાઈ અમને સ્વર્ગમાંથી આશીર્વાદ આપી રહ્યા છે.

મને ખાતરી છે કે તેઓ આજે ખૂબ જ ખુશ હશે કારણ કે અમે તેમના સૌથી પ્રિય પૌત્ર અનંતના જીવનની સૌથી ખુશીની ક્ષણની ઉજવણી કરી રહ્યા છીએ અને એ પણ જામનગરમાં. મુકેશ અંબાણીએ કહ્યું કે જામનગર મારા પિતા અને મારી કર્મભૂમિ છે, એક એવી જગ્યા છે જ્યાં અમને અમારું મિશન મળ્યું, ઉદેશ મળ્યો અને જૂનુન મળ્યુ. ત્રીસ વર્ષ પહેલા જામનગર સાવ બંજર ધરતી હતી, પરંતુ આજે તમે અહીં જે જુઓ છો તે ધીરુભાઈના સપનાનું સાકાર થવું છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે સંસ્કૃતમાં અનંતનો અર્થ થાય છે જેનો કોઈ અંત નથી. હું અનંતમાં અનંત શક્તિ જોઉં છું. જ્યારે પણ હું અનંતને જોઉં છું ત્યારે મને તેનામાં મારા પિતા ધીરુભાઈ દેખાય છે. અનંતનો પણ મારા પિતા જેવો જ અભિગમ છે કે કશું જ અશક્ય નથી. આગળ તેમણે કહ્યું- અનંતને રાધિકામાં એક આદર્શ જીવનસાથી મળ્યો. રાધિકા એ અપાર સર્જનાત્મક ઉર્જાનો ભંડાર છે. તે પ્રેમ અને સંભાળનો શાંત ઝરણું છે. રાધિકાનું નામ ભગવાન કૃષ્ણની પ્રિય પત્ની છે. રાધિકા અને અનંત. અનંત અને રાધિકા. આ તો ભગવાને બનાવેલી જોડી છે.

Shah Jina