43 વર્ષિય ટીવી અભિનેત્રીએ મૂકાવી 10 વર્ષ નાના પિયાના નામની મહેંદી, મહેંદી સેરેમની સાથે શરૂ થઇ લગ્નની રસ્મો

ખુશખબરી : 10 વર્ષ નાના BFની દુલ્હન બનવા જઇ રહેલી મૃણાલ દેશરાજના લગ્નની રસ્મો થઇ શરૂ, કેમેરા સામે આવી રીતે ફ્લોન્ટ કરી પિયાના નામની મહેંદી

“ઇશ્કબાઝ” અને “નાગિન” જેવી સીરિયલોમાં નજર આવી ચૂકેલી મૃણાલ દેશરાજ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. જલ્દી જ દુલ્હન બનનારી મૃણાલના લગ્નની રસ્મો શરૂ થઇ ચૂકી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ડાર્ક પિંક આઉટફિટ અને ખુલ્લા વાળમાં તેના હાથની મહેંદીને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેણે વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યુ-  પ્રેમ કરામાતી છે, પ્રેમ મહેંદી છે. મહેંદી સાથે શરૂઆત. મૃણાલ વીડિયોમાં કેમેરા સામે પિયાના નામની મહેંદી રચેલા હાથ ફ્લોન્ટ કરી રહી છે.

આ દરમિયાન પિંક આઉટફિટમાં મૃણાલ ખૂબસુરત લાગી રહી છે. ચાહકોને અભિનેત્રીનો આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે અને તેઓ બીજા વેડિંગ ફંક્શનની તસવીરો જોવા માટે ઉતાવળા થઇ રહ્યા છે. મૃણાલનો મહેંદીનો વીડિયો સામે આવતા જ ચાહકો સાથે સાથે સેલેબ્સ પણ તેને શુભકામનાઓ આપી રહ્યા છે. ઘણાએ હાર્ટ ઇમોજી શેર કરી શુભકામના આપી છે. એકે કમેન્ટ કરતા લખ્યુ- લગ્નનો ગ્લો અત્યારથી જ તારા ચહેરા પર નજર આવી રહ્યો છે.

જ્યારે એકે પૂછ્યુ- લગ્ન કયારે છે. તો અન્ય એકે લખ્યુ- ઘણી જ ખૂબસુરત લાગી રહી છે. પોતાનાથી 10 વર્ષ નાના આશિમ મથન સાથે લગ્ન કરવા જઇ રહેલી મૃણાલે બંને વચ્ચેના એજ ગેપને લઇને કહ્યુ કે, ઉંમર માત્ર એક નંબર હોય છે. એનાથી અમારી લાઇફમાં કોઇ ફરક પડતો નથી. પ્રેમ તો દિલથી થાય છે અને અમારા વચ્ચે ઘણો પ્રેમ છે.તમને જણાવી દઇએ કે, મૃણાલ દેશરાજ પોતાનાથી 10 વર્ષ નાના આશિમ મથન સાથે લગ્ન કરવા જઇ રહી છે.

મૃણાલનો દુલ્હો હેલ્થ એન્ડ વેલનેસ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. કપલ જલ્દી જ તેમના પ્રેમને નવુ નામ આપવા જઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મૃણાલ દેશરાજ અત્યાર સુધી 4 વાર પ્રેમમાં દગો ખાઇ ચૂકી છે અને હવે આખરે તેને તેનો સાચો સાથી મળી ગયો છે.મૃણાલ છેલ્લા ઘણા સમયથી આશિમ મથનને ડેટ કરી રહી હતી. હાલમાં જ મૃણાલ અને આશિમે મુંબઇમાં સગાઇ કરી હતી અને બંને પેરેન્ટ્સનો આશીર્વાદ લેવા પણ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Mreenal Deshraj (@mreenaldeshraj)

બંનેની મુલાકાત વર્ષભર પહેલા એક કોમન ફ્રેન્ડથી થઇ હતી. બંને જલ્દી જ મિત્રો બની ગયા અને તેમણે ડેટિંગ કરવાનું શરૂ કર્યુ. જે બાદ કપલે લગ્ન કરવાનું નક્કી કર્યુ.

Shah Jina