ચાઈનામાં સંભળાઈ મોતની ચિચિયારીઓ, 133 મુસાફરો ભરેલું વિમાન ધડામ કરતું પહાડોની વચ્ચે પડ્યું, અનેક લોકોના મોતની આશંકા, જુઓ વીડિયો

આજે સોમવારના રોજ ચાઈનામાં એક ખુબ જ દુઃખદ દુર્ઘટના ઘટી હતી, જેમાં બોઇંગ 737 પ્લેન ગુઆંગસી ક્ષેત્રમાં વુઝોઉ શહેરની નજીકના ગ્રામીણ વિસ્તારમાં ક્રેશ થયું હતું. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે, જેમાં 133 લોકો સવાર હતા. આ ઘટના દેશના દક્ષિણ પશ્ચિમ ભાગમાં બની હતી. આ દુર્ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તેની કોઈ માહિતી સામે આવી નથી.

પ્લેન ક્રેશ થતાની સાથે જ આગનો મોટો ગુબ્બારો જોવા મળ્યો હતો. ચીનની મીડિયા ચેનલે જણાવ્યું કે બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ગુઆંગસી ઇમરજન્સી મેનેજમેન્ટ વિભાગે અહીં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચાઇના ઇસ્ટન એરલાઇન્સનું એક બોઇંગ 737 પેસેન્જર પ્લેન 133 લોકોને લઇને જતું વિમાન વુઝોઉ, ટેંગ કાઉન્ટી, ગુઆંગસીમાં ક્રેશ થયું હતું અને પહાડોમાં આગ લાગી હતી.”

અહીંયા બચાવ દળને મોકલવામાં આવ્યું છે અને તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. મૃતકોની સંખ્યા વિશે કોઈ માહિતી નથી મળી. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઝાડમાંથી સફેદ ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. આવા જ બીજા ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં આખો વિસ્તાર આગની લપેટમાં લપેટાયેલો જોવા મળે છે.

મીડિયા રીપોર્ટ અનુસાર આ વિમાન 2 મિનિટથી પણ ઓછા સમયમાં 30 હજાર ફૂટની ઊંચાઇએથી નીચે પડ્યું હતું. આ વિમાનમાં કુલ 133 લોકો સવાર હતા. હજુ સુધી આ દુર્ઘટનામાં કેટલા લોકો મૃત્યુ પામ્યા અને કેટલા લોકો ઘાયલ થયા છે તેની કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ આ અકસ્માતના વીડિયો જોતા ઘણા લોકો મોતને ભેટ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ દુર્ઘટના વિમાનના ઉંડાણ ભર્યાના 71 મિનિટ બાદ સર્જાઈ હતી. વિમાનનો ATC સાથે લેન્ડિંગ થયાના 43 મિનિટ પહેલા જ સંપર્ક તૂટી ગયો હતો. મીડિયા રિપોર્ટ અંસુઅર આ વિમાન કુમિન્ગથી ગંગઝોઉ તરફ જય રહ્યું હતું. આ દુર્ઘટના પણ ગંગઝોઉ વિસ્તારમાં જ સર્જાઈ હતી. અકસ્માત બાદ ઘણા રૂંવાડા ઉભા કરી દેનારા ઘણા  વીડિયો પણ સામે આવી રહ્યા છે.

Niraj Patel