વાયરલ

આ ભાઈએ બાઇકના એન્જીનમાં લગાવ્યો પંખો, પછી એવી રીતે દોડાવી બાઈક કે દોઢ કરોડ કરતા પણ વધારે લોકોએ જોયો વીડિયો, જુઓ તમે પણ

ઘણા લોકોની અંદર એવી પ્રતિભા પડેલી હોય છે જે બહાર આવતા જ આખી દુનિયા તેમને વખાણવા લાગતી હોય છે. ઘણા લોકો તેમના આગવા કૌશલ અને જુગાડના કારણે પોતાનું આગવું નામ બનાવતા હોય છે. હાલ એક એવા જ વ્યક્તિના જુગાડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને બાઈક સાથે કંઈક એવું કર્યું જેને લોકો પણ જોતા જ રહી ગયા.

તમે પણ આજ પહેલા આવી બાઇક ક્યારેય નહીં જોઈ હોય, જેના હેન્ડલની આગળ એન્જિન લગાવેલું હોય, અને તેની સાથે પ્લેનની જેમ  પાંખિયા લગાવેલા હોય. આ વીડિયો 3.10 મિનિટનો છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે બાઇકના હેન્ડલના આગળના ભાગમાં એન્જિન લગાવેલું છે, જેની સાથે એક પંખો જોડાયેલ છે. એક માણસ તેને તેના હાથ વડે ફેરવીને ચાલુ કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે બીજી વ્યક્તિ બાઇક પર બેઠી છે.

મોટરસાઇકલ સ્ટાર્ટ થતાં જ તે બાઇક લઇને નીકળી જાય છે. લોકોએ પણ આ આઉટ ઓફ ધ બોક્સ ઈનોવેશન જોઈને પોતાનો પ્રતિભાવ આપ્યો. જેમ કે એક વ્યક્તિએ લખ્યું “આનો શું ઉપયોગ, જ્યારે આ બાઇક ઉડી શકતી નથી. આ વીડિયો ફેસબુક પેજ સુપરકાર બ્લોન્ડીએ 1 ઓગસ્ટના રોજ શેર કર્યો હતો.

વીડિયો શેર કરવાની સાથે કેપશનમાં લખવામાં આવ્યું હતું “આ પાંખિયા-સંચાલિત મોટરસાઇકલ આપણે અત્યાર સુધી જોયેલી સૌથી અદભૂત શોધ છે. અને હા, કેપ્શનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ કારનામું કરનાર વ્યક્તિનું નામ પરદાલ બ્રાઝિલ છે, જે એક પ્રોફેસર છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 145 મિલિયન જેટલા લોકો જોઈ ચુક્યા છે.