વૃદ્ધાવસ્થામાં માતા આમ-તેમ ભટકવા પર થઇ મજબૂર, 5 દીકરા પરંતુ કોઇ પણ રાખવા તૈયાર નહિ

જે માતાના પાંચ દીકરા હોય, તે માતા વૃદ્ધાવસ્થામાં આમ-તેમ ભટકવા પર મજબૂર કઇ રીતે થઇ શકે ? દીકરો તો માતાના વૃ્દ્ધાવસ્થાનો સહારો હોય છે. પરંતુ અહીં તો માતાને બે સમયનુ ભોજન પણ તેમના દીકરા આપવા તૈયાર નથી. પાંચ દીકરા હોવા પર નાઝ કરનાર માતા આજે દીકરાઓ વિરૂદ્ધ પોલિસ સ્ટેશન પહોંચી અને બે રોટલી માટે ગુહાર લગાવી.

મધ્યપ્રદેશના રાજગઢના ગામ દેવાખેડીની રામકુંવર બાઇની છે. રામકુંવર બાઇના પતિ લક્ષ્મણ સિંહની મોત બાદ તેઓ એકલા જીવવા પર મજબૂર છે. પાંચેય દીકરાઓએ માતાથી મોં વાળી લીધુ અને દીકરાના મોં વાળી લીધા બાદ તેઓ હારીને ખિલચીપુર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવા માટે ગયા, તેઓએ કહ્યુ કે, તેમના પાંચ દીકરા છે પરંતુ લગ્ન બાદ બધા તેમનાથી અલગ થઇ ગયા. વૃદ્ધ માતાને રાખવા માટે કોઇ તૈયાર ન હતુ.

પોલિસ કેપ્ટને પાંચ પુત્રો વિરૂદ્ધ મામલો દાખલ કરવાનો આદેશ કર્યો અને પોલિસ કેપ્ટનના આદેશ બાદ ખિલચીપુર પોલિસે હિંમત સિંહ, રાજેન્દ્ર સિંહ અને ધીરજ સિંહ વર્તમાનમાં ત્રણેય નિવાસી ઇન્દોર, શંકર સિંહ હાલમુકામ ભવાનીમંડી અને રમેશ સિંહ નિવાસી સોયતકલાંના વિરૂદ્ધ વરિષ્ઠ નાગરિક દેખભાળ અધિનિયમની ધાારા 24 અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

રામકુમાર બાઇની ઉંમર લગભગ 85 વર્ષ છે અને તેમણે રિપોર્ટ કર્યો હતો કે, તેમના દીકરા તેમને ખાવાનુ પણ આપતા નથી, તેમના પતિની નિધન બાદ તેમની પાસે આજીવિકા ચલાવવા માટે કોઇ સાધન નથી. તેમના જે બાળકો છે તે બધા તેમને છોડીને જતા રહ્યા છે.

Shah Jina