જુઓ વીડિયો: રેમડેસિવિર માટે પકડ્યા ઓફિસરના પગ, એકના એક દીકરાનો જીવ બચાવવા CMOના પગે પડી પરંતુ..

કોરોના મહામારીના આ સંકટમાં નોએડાથી એક દર્દનાક તસવીર સામે આવી રહી છે. અહીં એકના એક દીકરાનો જીવ બચાવવા માટે એક માતા CMOના પગે પડી. તે રેમડેસિવિર ઇંજેક્શનની માંગ કરતી રહી.

છેલ્લા દિવસોમાં નોએડાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક માતા તેના એકના એક દીકરાનો જીવ બચાવવા માટે રેમડેસિવિરનીમાંગ સાથે સાથે CMOના પગમાં ગિડગિડાતી જોવા મળી હતી. બુધવારે તેના એકના એક દીકરાની મોત થઇ ગઇ. દર્દીઓના પરિવારજનો દ્વારા વારંવાર CMO ઓફિસના ચક્કર લગાવવા અને દવાઓની માંગથી કંટાળીને તેમણે લોકોની ધરપકડ કરાવવાની ધમકી પણ આપી હતી.

નોએડા શહેરની ખોડા કોલોનીમાં રહેનારી રિંકુ દેવીએ જણાવ્યુ કે, તેમનો એકનો એક દીકરો કેટલાક દિવસ પહેલા જ કોરોનાથી સંક્રમિત થયો હતો. તેની નોએડા સેક્ટર 51માં સ્થિત એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ડોક્ટરે તેમને રેમડેસિવિર ઇંજેક્શન લાવવા માટે કહ્યુ. તે ઇંજેક્શન લેવા ભાગ્યા અને સેક્ટર 39 સ્થિત મુખ્ય ચિકિત્સા અધિકારીના કાર્યાલય પહોચ્યા. ત્યાં CMO ડો.દીપક ઓહરીથી મળી તેમણે ઘણી મિન્નતો કરી.

તેઓ તેમના સ્વાભિમાનને દાવ પર લગાવી તેમના પગે પડ્યા. તેઓ તેમના 24 વર્ષના દીકરાનું જીવન બચાવવા માટે કગરતા રહ્યા. આ દરમિયાન રિંકુ દેવીના આંસુ તો થમવાનું નામ જ લઇ રહ્યા ન હતા. મુખ્ય ચિકિત્સા અધિકારીએ ઇંજેક્શનની અછતની વાત કરીને મદદ કરવાની ના કહી દીધી. તેઓ સાંજે 4 વાગ્યા સુઘી CMO ઓફિસ મદદની રાહ જોઇ રહ્યા પરંતુ તેમને મદદ ન મળી.

તેઓ સાંજે લગભગ 4.30 વાગ્યા આસપાસ ખાલી હાથે સેક્ટર 51ના હોસ્પિટલ પહોંચ્યા પરંતુ ત્યાં સુધી તેમના દીકરાએ શ્વાસ છોડી દીધો હતો.

જુઓ વીડિયો :-

Shah Jina