પુષ્પા ફિલ્મના ગીત પર આ માં-દીકરીએ એવો ડાન્સ કર્યો કે ધમાલ મચી ગઈ, જુઓ VIDEO

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પાએ દેશમાં જ નહિં વિેદેશમાં પણ ડંકો વગાડ્યો છે. વિદેશમાં રહેતા ભારતીયો પણ આ ફિલ્મના દિવાના બની ગયા છે. તો બીજી તરફ તેના ડાયલોગ અને ગીતો પર સોશિયસ મીડિયા પર અનેક લોકોએ રીલ બનાવી છે. દિગ્ગજ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ડેવિડ વોર્નરે પણ આ ફિલ્મના ડાયલોગ પર વીડિયો બનાવ્યો છે.

આજે અમે જે વીડિયો વિશે વાત કરી રહ્યા છીએ તે મા-દીકરીનો છે. જે હાલમાં ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ મા-દીકરીએ પુષ્પા ફિલ્મના શ્રીવલ્લી ગીત પર ડાન્સ કર્યો છે, તેના ડાન્સ સ્ટેપ જોઈને ભલભલા લોકો મોમા આંગળા નાખી ગયા છે. લોકો આ બન્નેનો ડાન્સ જોઈને ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રાઈઝનો ક્રેઝ લોકોના મનમાં એવો ચઢ્યો છે કે રોજે રોજ કઈંકને કઈંક નવા વીડિયો સામે આવતા રહે છે. ઈન્સ્ટાગ્રામ પર આ ફિલ્મને લગતા અઢળક વીડિયો તમને જોવા મળશે. નોંધનિય છે કે સામાન્ય માણસથી લઈને ક્રિકેટરો અને બોલિવૂડ સ્ટાર્સ પણ તેના પર વીડિયો બનાવી રહ્યા છે. ભારતના ઘણા ક્રિકેટરો આ વીડિયો પર પોતાના અભિનયની કળા બતાવી ચૂક્યા છે. હવે આ મા-દીકરીના નવા વિડીયોએ લોકોને પાગલ કરી દીધા છે.

શ્રીવલ્લી ગીત પર આ મા દીકરીએ શાનદાર ડાન્સ કર્યો છે. તેમના દરેક સ્ટેપ જોવા લાયક છે. તેમનો વીડિયો જોયા બાદ એમ જ લાગશે કે આ તો કોઈ પ્રોફેશન કલાકાર છે. કારણ કે તેમના ડાન્સ મુવ્સ એકદમ ફિલ્મની જેમ પરફેક્ટ લાગી રહ્યા છે. આ મા-દીકરીનો ડાન્સ જોઈને અલ્લુ અર્જુન પણ ખુશ થઈ જશે.

જણાવી દઈએ કે આ માં-દીકરી UAEમાં રહે છે. વીડિયોમાં જોવા મળતી મહિલાનું નામ નિવેદિતા શેટ્ટી હેગડે છે અને તે વ્યવસાયે ઓર્થોડોન્ટિસ્ટ છે. સાથે તેની દીકરી ઈશાનવી છે. આ બંનેનું સોશિયલ મીડિયા પર એક એકાઉન્ટ છે. આ જ એકાઉન્ટ પર આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. આ બંનેના એક્સપ્રેશન પરથી જ ખબર પડી જાય છે કે તેમને ડાન્સિંગમાં કેટલો ઈન્ટરેસ્ટ છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 18 હજારથી વધુ વખત જોવામાં આવી ચૂક્યો છે. આ ડાન્સમાં જોવા મળતી કોરિયોગ્રાફી લોકોને ખુબ પસંદ આવી રહી છે. અને વીડિયો જોયા બાદ લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nivi & Ishanvi (@nivedithashetty)

YC