આજકાલ સોશિયલમીડિયા પર ફેમશ થવા માટે લોકો પોતાના જીવના જોખમે રિલ બનાવતા હોય છે, આપણે અનેક કિસ્સાઓ જોયા.. હાલના સમયમાં લોકો પર રીલ બનાવવાનું ભૂત એવું સવાર થઈ ગયું છે કે, લોકો સ્થળ કે સમય જોતા જ નથી. લોકોને રીલ બનાવવાની એવી લત લાગી ગઈ છે કે કંઈપણ કરી બેસવા માટે તૈયાર છે. અને તેના ચક્કરમાં જીવ ગુમાવવાનો વારો આવે છે. તાજેતરમાં એવો જ એક વીડિયો સામે આવ્યો છે. કે લોકો આ વિડિયોને જોઈને ગુસ્સો ઠાલવી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વિડિયોમાં જોઈ શકાય છે, કે જેમાં રીલ બનાવવામાં એક મહિલાએ પોતાની નાની બાળકીને મોતના મુખમાં ધકેલી દીધી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બાળકી એકદમ ખુશ જોવા મળી રહી છે. અને સમુદ્રની લહેરોની મજા માણી રહી છે. જો કે, મોજા ખૂબ જ ઝડપથી તેની બાજુ આવી રહ્યા છે. આ દરમિયાન અચાનક એક જોરદાર મોજું આવે છે અને છોકરીને ખેંચી લે છે. આ પછી ત્યાં હાજર લોકો બૂમો પાડવા લાગે છે.

આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ઘણા લોકો શેર કરી રહ્યા છે અને કોમેન્ટ કરી ફિટકાર લગાવી રહ્યા છે. લોકો કોમેન્ટમાં પૂછી રહ્યા છે કે, આ બાળકી સાથે આખરે થયું શું? તે મળી કે નહીં? લોકો કહી રહ્યા છે કે આવી જગ્યાએ ખૂબ સાવધ રહેવું જોઈએ અને બેદરકાર ન રહેવું જોઈએ. આ વીડિયો જૂન મહિનામાં શેર કરવામાં આવ્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે.
यह लापरवाह मां अपनी बेटी की समुंदर के किनारे Reel बना रही थी, लेकिन यह पल सेंकडों में खौफनाक मंजर में बदल गया।
समुंदर की ऊंची लहरें इस बच्ची को समुंदर में खीच ले गईं।
समुद्र बहुत सुंदर है, लेकिन साथ में निर्दयी भी है। कभी मत भूलिए कि इसकी ताकत कितनी जल्दी जानलेवा बन सकती है। pic.twitter.com/4iOQ8Lx2vf
— Dr. Sheetal yadav (@Sheetal2242) June 10, 2025