BREAKING NEWS : અહીં મસ્જિદમાં થયો બ્લાસ્ટ, 30 જેટલા લોકોની મોત- 50 ઘાયલ

હાલમાં તો રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યુ છે. આજે આ યુદ્ધનો નવમો દિવસ છે પરંતુ હજી પણ શાંતિ દેખાતી નથી. આ દરમિયાન ઘણા લોકોના મોત પણ નિપજ્યા છે અને ઘણુ નુકશાન પણ થયુ છે. આ ઉપરાંત મિસાઇલો પણ છોડવામાં આવી રહી છે, ત્યારે મસ્જિદમાં બ્લાસ્ટ થવાની ખબર સામે આવી રહી છે. તમને લાગી રહ્યુ હશે કે ત્યાંથી જ કોઇ ખરાબ સમાચાર આવ્યા હશે પરંતુ એવું નથી. પાકિસ્તાનમાં એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે. 30 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ત્યાં 50 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, પેશાવરની મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ કોચા રિસાલદાર વિસ્તારના કિસ્સા ખ્વાની બજારમાં હાજર મસ્જિદમાં થયો હતો. બ્લાસ્ટની માહિતી મળતાં જ રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી અને ઘાયલ લોકોને લેડી રીડિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. રેસ્ક્યુ ટીમની સાથે આસપાસના લોકોએ પણ ઘાયલોને મદદ કરી હતી. ઘાયલ થયેલા 50માંથી 10ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

હાલમાં પોલીસ અને સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારને ખાલી કરાવ્યો છે. તપાસ હાલ કરવામાં આવી રહી છે. પેશાવર મસ્જિદમાં થયેલા વિસ્ફોટ પર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને પેશાવરના સીએમ મહેમૂદ ખાનનું નિવેદન પણ સામે આવ્યુ છે. તે બંનેએ હુમલાની નિંદા કરી છે. પેશાવરના આઈજીપી પાસેથી આ અંગે વિગતવાર રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે.

પોલીસ અનુસાર, બે હુમલાખોર મસ્જિદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યા હાજર બન્ને પોલીસમેને તેમને પડકાર્યા હતા અને ફાયરિંગ થયું હતું. આમાં એક જવાન સહિદ પણ થયો અને બીજો ગંભીર રીતે ઘાયલ થયો. ત્યાર બાદ આ હુમલાખોરોએ મસ્જિદમાં બ્લાસ્ટ કર્યો હતો. નજરે જોનારનું કહેવું હતું કે આ પ્રચંડ વિસ્ફોટ હતો. હાલ તો ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જયાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.

Shah Jina