ફરી એકવાર મોરબી ધ્રુજી ઉઠ્યુ…નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્લેબ તૂટી પડતા દટાયા શ્રમિકો

મોરબી : મેડિકલ કોલેજમાં ચાલી રહી હતી છત ભરવાની કામગીરી, અચાનક જ તૂટ્યો સ્લેબ…કાટમાળમાં ફસાયેલા મજુરોનું કરાયુ રેસ્ક્યુ

મોરબીમાં ફરી એકવાર દુર્ઘટના સર્જાઇ, શનાળા ગામ નજીક નવી બની રહેલ મેડિકલ કોલેજમાં સ્લેબ તૂટી પડતા કામ કરી રહેલા ચારેક જેટલા શ્રમિકો દટાઈ ગયા. જો કે, ઘટનાની જાણ થતાં તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ હતું અને દટાઈ ગયેલા 4 પૈકી 3 શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી છે. જો કે, એવી માહિતી છે કે હજુ પણ એક શ્રમિક દટાયેલ છે.

મોરબી- રાજકોટ હાઇવે પર સનાળા ગામ નજીક મેડિકલ કોલેજમાં છત ભરવાની કામગીરી દરમિયાન અચાનક જ સ્લેબ તૂટી પડ્યો અને કામ કરી રહેલા શ્રમિકો દટાયા. જો કે, તેમને ગેસ કટરની મદદથી રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યુ છે કે એકની હાલત ગંભીર છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

એવા અહેવાલ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા મજુરોની સુરક્ષા માટેની કોઇ વ્યવસ્થા જોવા મળી નહોતી. મજુરોને બચાવવા માટે સળીયા કાપવા માટે ગેસ કટર પણ હાજર ન હતી જેને લઇ બહારથી લાવવી પડી હતી. જેને કારણે કાટમાળમાં દબાયેલા મજુરોને કલાકો સુધી શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.આ મામલે ફાયર ઓફિસર અનુસાર, સ્લેબ ધરાશાયી થવાથી પાંચ મજુરોને ઇજા પહોચી છે, 8 વાગ્યાની આસપાસ ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો અને એવું કહેવાયુ હતુ કે નવીન હોસ્પિટલ બની રહી છે ત્યાં સ્લેબ પડ્યો છે.

ત્યારે કોલ મળ્યા બાદ ટીમ તાત્કાલિક રવાના થઇ અને રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ. ઘટનાની જાણ થયા બાદ ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા પણ સ્થળ પર પહોચ્યા હતા અને મજુરોની મુલાકાત કરી હતી. તેમણે કહ્યુ કે- આ મામલે કોન્ટ્રાકટરની બેદરકારી હશે તો તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ બેદરકાર વ્યક્તિને છોડવામાં નહિ આવે.

Shah Jina