આખરે રાણીબા જેલ ભેગા: રિમાન્ડ પૂર્ણ થતા મોરબીની “રાણીબા” સહિતના છ આરોપીઓ જેલ હવાલે

આખરે રાણીબા જેલ ભેગા ! મોરબી પગાર કાંડ મામલે કોર્ટે આરોપીઓને મોકલ્યા જેલ હવાલે

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતના મોરબીમાંથી હાલમાં જ એક મામલો સામે આવ્યો હતો, જેમાં અનુસૂચિત જાતિના યુવાનને પગાર મામલે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. જો કે, આ મામલે ફરિયાદ નોધાયા બાદ પોલીસે મુખ્ય આરોપી સહિત કુલ છ આરોપીને ઝડપ્યા હતા અને તેમના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે આખરે રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે બધા આરોપીને જેલ હવાલે કર્યા છે.

રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓ જેલ હવાલે

જણાવી દઇએ કે, આરોપીઓની આગોતરા જામીન અરજી કોર્ટમાં કરી હતી પણ કોર્ટે તે રદ કરતાં આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ અને રાજ પટેલ ત્રણેય પોલીસ સમક્ષ હાજર થયા હતા. તેમજ અન્ય આરોપી પરીક્ષિત ભગલાણી, ક્રિશ મેરજા અને પ્રીત વડસોલાની પોલીસે ધરપકડ કરી હતી. મોરબીની રાણીબા અને અન્ય આરોપીઓ દ્વારા ફરિયાદી યુવકને માર માર્યો હતો.

પગાર માગવા ગયેલ યુવક સાથે કરી હતી બદ્સલૂકી

એટલું જ નહિ રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલે યુવાન પાસે માફી મગાવી પગે પડવા પણ કહ્યું હતું. આ ઉપરાંત તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત પણ કરાયો હતો. તે બાદ તેને ધમકાવીને રાણીબાએ યુવાનને મોઢામાં ચંપલ લેવડાવી અપમાનિત કરતો મોબાઈલમાં વીડિયો બનાવી લીધો.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina