ગુજરાતમાં મોટી દુર્ઘટના: અહીંયા દિવાલ ધરાશાયી થતાં બિચારા 10 શ્રમિકનાં મોત, આટલા બધા લોકો નીચે દટાઈ ગયા

ગુજરાતના મોરબી હળવદ GIDCમાં આવેલ મીઠાના કારખાનાની દીવાલ ધરાશાયી થવાનો મામલો હાલ સામે આવ્યો છે. આ ઘટનામાં હાલ 10 શ્રમિકોના મોત થયા છે, જયારે 30થી વધુ લોકો દટાઇ ગયાના અહેવાલ છે. સાગર સોલ્ટ નામના કારખાનામાં દીવાલ ધરાશાયી થતા 10ના દર્દનાક મોત નિપજતા મૃતદેહોને હાલ હળવદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, આજે બપોરે લગભગ 12 વાગ્યા આસપાસ હળવદ GIDCમાં આનવેલ સાગર સોલ્ટ નામના કારખાનનાની એક દીવાલ ધડાકાભેર તૂટી ગઇ હતી.

દીવાલના કાટમાળ નીચે 30થી વધારે લોકો દટાઇ ગયા હોવાના અહેવાલ હતા. આ લોકોને બચાવવા તાત્કાલિક જ કામગીરી શરૂ કરવામા આવી હતી. હાલ સુધીમાં તો 10 શ્રમિકોની લાશ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી છે. જો કે, હજુ પણ કેટલાક લોકો દટાયેલા હોવાથી મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા છે.હાલ તો આ દીવાલ ધરાશાયી થવાનું કોઇ કારણ સામે આવ્યુ નથી.

ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘટનાની જાણકારી મેળવી હતી. સ્થાનિક લોકો અનુસાર દીવાલ ધરાશાયી બાદ નીચે દટાયેલ લોકોને બહાર કાઢવામાં વાર લાગી હતી, જેને કારણે મૃત્યુ આંક વધ્યો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. ઘટના બાદ જે લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમને 108 મારફતે સારવરા હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

જે દીવાલ ધરાશાયી થઇ તેના નજીક મીઠાનો સટો લગાવવામાં આવ્યો હતો અને તેને પગલે દબાણ આવતા દીવાલ ધરાશાયી થઇ હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યુ છે. આ દીવાલની બાજુમાં પેકિંગનું કામ કરતા શ્રમિકો હતા અને તેઓ દટાયા હતા. જો કે, એવું પણ સામે આવ્યુ છે કે બપોરનો જમવાનો સમય હોવાને કારણે ઘણા બધા શ્રમિકો જમવા ગયા હતા, નહિ તો ઘણા લોકોનો જીવ જઇ શકતો હતો.

Shah Jina