માછીમારે દરિયામાંથી પકડી રાક્ષસ જેવી 16 ફૂટ લાંબી માછલી, બહાર કાઢવા માટે બોલાવવી પડી ક્રેન, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં અજીબોગરીબ જીવોના ઘણા બધા વીડિયો વાયરલ થતા રહે છે, જેમાં કેટલાક એવા પણ જીવ હોય છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. ખાસ કરીને આવા જીવો દરિયામાં વધારે જોવા મળે છે, જયારે માછીમાર દરમિયામાં માછલી પકડવા માટે જતા હોય છે ત્યારે તેમની જાળમાં એવા અવનવા જીવ કે વિચિત્ર માછલીઓ ફસાઈ જતી હોય છે જેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે.

ત્યારે હાલમાં જ એક એવી વિચિત્ર માછલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. માછીમારોના એક જૂથે તાજેતરમાં ચિલીમાં એક વિચિત્ર 16 ફૂટની મોન્સ્ટર માછલી જોઈ, જે એટલી મોટી હતી કે તેને કાઢવા માટે ક્રેન બોલાવવી પડી. આ માછલીને બહાર કાઢવાનો વીડિયો ઓનલાઈન સામે આવ્યો છે.

વાયરલ ક્લિપમાં લાંબી માછલી લટકતી દેખાઈ રહી છે કારણ કે કામદારોએ તેને જમીન પરથી ઉપાડીને હવામાં લટકાવી હતી. ડેઈલી સ્ટાર અનુસાર, ઓરફિશ તરીકે ઓળખાતી આ માછલીની લંબાઈ 5 મીટર (16 ફૂટ) કરતાં વધુ છે. આ વીડિયો ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે, પરંતુ તે પહેલા TikTok પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને લગભગ 10 મિલિયન વ્યૂઝ મળ્યા હતા.

ત્યારે હવે આ પોસ્ટે લોકોમાં ચિંતા વ્યક્ત કરી કારણ કે આ પ્રાણીને પરંપરાગત રીતે સુનામી અને ધરતીકંપ માટે ખરાબ શુકન માનવામાં આવે છે. એક યુઝરે લખ્યું, “આ એક ભયાનક રીતે અદ્ભુત માછલી છે,” જ્યારે બીજાએ કહ્યું, “ઓરફિશ ઊંડાણમાં રહે છે. એવું કહેવાય છે કે જ્યારે તેઓ સપાટી પર આવવાનું શરૂ કરે છે ત્યારે તે ટેક્ટોનિક પ્લેટો ગતિમાં હોય છે.” ઘણા યુઝર્સ આ ઘટનાને ભૂકંપનો સંકેત પણ માને છે.

Niraj Patel