ચોમાસાને નહિ નડે તાઉ તે અને યાસ વાવાઝોડાની અસર, આ મહિનામાં જ શરૂ થશે ચોમાસુ, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

આપણા દેશે થોડા  દિવસની અંદર જ બે ભયંકર વાવાઝોડાના સામના કર્યા. તાઉ તે નામનું વાવાઝોડું ગુજરાતને હચમચાવી ગયું તો યાસ નામના વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને કેરળમાં પ્રકોપ જોવા મળ્યો. પરંતુ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બંને વાવાઝોડાની અસર  ચોમાસા ઉપર નહિ જોવા મળે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુરુવારના રોજ ચોમાસાને લઈને બંગાળની ખાડીમાં આવેલા બે ચક્રવાતો તાઉ તે અને યાસને લઈને  જણાવ્યું છે કે તેનો કોઈ પ્રભાવ નથી પડ્યો. તેનો નક્કી સમય કરતા એક દિવસ પહેલા જ 31 મેના રોજ કેરળ પહોંચી જશે. તાઉ તે અને યાસના કારણે દેશના વિભિન્ન ક્ષેત્રોમાં ચોમાસાના આગમન પહેલા જ વરસાદ જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનો વરસાદ 1 જૂનના રોજ શરૂ થાય છે. જે દેશમાં સૌથી વધારે વરસાદ માટે જવાબદાર જૂન અને સપ્ટેમ્બરના ચાર મહિના લાંબા વરસાદ માટે ચોમાસાની શરૂઆત માનવામાં આવે છે, આઇએમડી દ્વારા આ વર્ષે સામાન્ય ચોમાસાની સીઝનનું અનુમાન જાહર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે તાઉ તે વાવાઝોડાના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને પવન જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો પ્રભાવિત પણ બન્યા છે. ત્યારે એવી આશા હતી કે આ વાવાઝોડાની અસર ચોમાસા ઉપર પણ પડશે. પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસુ એક દિવસ પહેલા જ આવી જશે.

કેરળામં મોનસૂમ સામાન્ય રીતે એક જુને પ્રવેશે છે. હવામાન વિભાગ અનુસાર મોનસૂન ઉત્તર સરહદ કેરળના કિનારાથી હાલ 200 કિલોમીટર દુર છે. તો ગુજરાતમાં આગામી બે ત્રણ દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Niraj Patel