બાળકને રસ્તા વચ્ચે જ બંધક બનાવી લીધો વાંદરાએ, માતા છોડવા આવી તો કર્યું કંઈક એવું, જુઓ વાયરલ વીડિયો

હાલનો જમાનો આધુનિક બની ગયો છે, આજે મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન છે, અને આ સ્માર્ટફોન વાળા સ્માર્ટયુગની અંદર ઘણી બધી એવી ઘટનાઓની વીડિયો અને તસવીરો હોય છે જે વાયરલ પણ થઇ જતા હોય છે. હાલ એક એવો જ વાંદરા અને બાળકનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોને ભારતીય ટીમના ભૂતપૂર્વં સ્ટાર સ્પિનર બોલર હરભજન સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે અને તે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે, જેમાં એક વાંદરો બાળકને વળગીને બેઠેલો જોઈ શકાય છે.

આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક નાનું બાળક રસ્તા વચ્ચે બેઠેલું છે અને એક વાંદરો તેની પાસે જ બેઠો છે. જયારે બાળકની માતા તે બાળકને લેવા માટે આવે છે ત્યારે વાંદરો બાળકને વળગી પડે છે અને તેને તેની માતા સાથે જવા દેવાની ના પાડતો હોય તેમ દેખાઈ રહ્યું છે.

આ બાળકની મા વારંવાર તે બાળકને લેવાનો પ્રયત્ન કરે છે પરંતુ વાંદરો તે બાળકના માથે હાથ મૂકી અને તેને વ્હાલથી ભેટી પડતો જોઈ શકાય છે. હરભજન સિંહે આ વીડિયો શેર કરવાની સાથે હાર્ટ વાળા ઈમોજી પોસ્ટ કર્યા છે.

આ વીડિયો દ્વારા એ જાણી શકાય છે કે એક પ્રાણી અને માણસ વચ્ચે પણ કેટલો પ્રેમ છે, તમે પણ જુઓ આ વાયરલ થયેલા વીડિયોને.

Niraj Patel