જો બેંક ઉઠી જાય તો તમારા પૈસા નું શું થાય? આટલા થી વધારે રૂપિયા કોઈ દિવસ ન રાખતા, નહિ તો ભિખારી થઇ જશો

જો બેંક ઉઠી જાય તો તમારા પૈસા નું શું થાય? સત્ય જાણશો તો આખી રાત સુઈ નહિ શકો, જાણો કોમેન્ટમાં

થોડા સમય પહેલા અમેરિકાની સિલિકોન બેંક નાદાર થઇ હોવાના અહેવાલ હતા, અમેરિકાના ઇતિહાસમાં આ બીજી સૌથી મોટી બેંક ફેલિયર હતી. આ ઘટનાના બીજા જ દિવસે સિગ્નેચર બેંકના પણ ડૂબી જવાના સમાચાર સામે આવ્યા. માત્ર સિલિકોન વેલી બેંક ડૂબવાના કારણે રોકાણકારોને 38 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતુ. આ બેંકની નાદારીથી 21 ભારતીય કંપનીઓને પણ સીધી અસર થઈ હતી.

આ સમાચાર સામે આવ્યા બાદ દેશના ઘણા બેંક ખાતાધારકોના મનમાં એ પ્રશ્ન આવ્યો કે જો તેમની બેંક નાદાર થાય તો શું થશે. આ સ્થિતિમાં તેમની જમારાશિનું શું થશે ? જો તમને પણ આ પ્રશ્ન છે તો આ સમાચાર તમારા માટે ખાસ છે. જણાવી દઇએ કે, નિયમો અનુસાર, બેંકમાં જમા રકમ પર તમને 5 લાખ રૂપિયાની ગેરંટી મળે છે. પહેલા તમને બેંકમાં જમા રકમ પર એક લાખ રૂપિયાની ગેરંટી મળતી હતી. આ પછી વર્ષ 2020માં કેન્દ્ર સરકારે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટમાં ફેરફાર કર્યો અને બેંક ડિપોઝિટની ગેરંટી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી.

જો તમારી બેંક ડિફોલ્ટ થઇ જાય તો આવી સ્થિતિમાં તમને 5 લાખ રૂપિયા પાછા મળે છે. ત્યાં ઘણા નિષ્ણાતો માને છે કે જો બેંક મુશ્કેલીમાં આવે તો સરકાર તેને ડિફોલ્ટ થવા દેતી નથી. આ સ્થિતિમાં સરકાર તે બેંકને મોટી બેંક સાથે મર્જ કરે છે. નિયમો અનુસાર જો કોઈ બેંક નાદાર થઈ જાય તો ખાતાધારકોને પૈસા પરત કરવાની જવાબદારી DICGCની છે. રિઝર્વ બેંકનું ડિપોઝીટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન (DICGC) તમારા જમા રૂપિયાની ગેરેન્ટી લે છે, પણ તે માત્ર 5 લાખ સુધી જ મર્યાદિત છે.

Shah Jina