ગણેશ ચતુર્થી પર ભૂલથી પણ ના કરશો આ 5 કામ, ગણપતિ બાપ્પા થઈ જશે નારાજ

શ્રાવણ મહિનાની પુર્ણાહુતી થતા જ ભાદરવાનો પ્રારંભ થયો અને ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર પણ આવી રહ્યો છે. છેલ્લા બે વર્ષોથી કોરોનાની મહામારીના કારણે આ તહેવારની ધૂમ દર વર્ષ જેવી મચી ન હતી. પરંતુ આ વર્ષે આ તહેવારને સમગ્ર દેશભરમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે. આપણે ઘણીવાર જાણે અજાણે કેટલીક ભૂલો કરતા હોઈએ છીએ જેના કારણે બાપ્પા નારાજ પણ થતા હોય છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ ગણેશ ચતુર્થીના દિવસે શું ના કરવું જોઈએ.

1. હિન્દૂ ધર્મ પ્રમાણે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રમાના દર્શન ના કરવા જોઈએ.જો ગણેશ ચતુર્થીના દિવસે ભૂલમાં ચંદ્રમાના દર્શન થઈ જાય છે તો જમીન ઉપરથી એક પથ્થરનો ટુકડો ઉઠાવી અને તેને પાછળની તરફ ફેંકી દેવો.

2. ગણેશચતુર્થીની પૂજામાં ભૂરા અને કાળા રંગના કપડાં ક્યારેય ના પહેરવા જોઈએ. પૂજા કરતી વખતે લાલ અથવા પીળા રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે.

3. ગણપતિની પૂજા દરમિયાન તુલસીના પાન ગણેશજીને અર્પણ ના કરવા જોઇએ. એવી માન્યતા છે કે તુલસીએ ભગવાન ગણેશને લંબોદર અને ગજમુખ કહીને લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. ગણેશ ભગવાને તેમનાથી નારાજ થઈને તુલસીને શ્રાપ આપ્યો હતો.

4. ઘરમાં ગણેશજીની બે મૂર્તિઓ ક્યારેય ના રાખવી તેમજ ગણેશની સ્થાપના કરતા પહેલા ગણેશજીની જૂની મૂર્તિને વિસર્જિત કરી દેવી.

5. અંધારાની અંદર ભગવાન ગણેશના દર્શન કરવા અશુભ માનવામાં આવે છે. માટે ગણેશજીની મૂર્તિની આસપાસ અંધારું હોય ત્યારે દર્શન ના કરવા.

Shah Jina