મિચોંગ વાવાઝોડાની અસર : ફરી એકવાર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વરસાદની આગાહી
હાલમાં મિચોંગ વાવાઝોડાની અસર તમિલનાડુ અને ચેન્નાઇ સહિત ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે, ત્યારે ગુજરાત પર પણ તેની અસર જોવા મળશે. મિચોંગ વાવાઝોડાની તીવ્રતા ઘણી વધારે છે અને તેના કારણે પવનની દિશા પણ બદલાઇ છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા થોડી ઘણી અસર જોવા મળશે.
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય
મિચોંગ વાવાઝોડાના કારણે પવનની દિશા બદલાતા ગુજરાત પર એક વરસાદી સિસ્ટમ એકટિવ થઇ છે અને તેના કારણે બે દિવસ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. દક્ષિણ ભારતમાં વાવાઝોડાની અસરને કારણે બે દિવસ ભારે છે, ત્યાં હવે ગુજરાતમાં પણ મિચોંગની અસર જોવા મળશે. રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વરસાદની આગાહી
જેમાં સુરત, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા સહિત સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને ભાવનગર સામેવ છે. આ ઉપરાંત છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદની આગાહી કરાઇ છે. જો કે, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવે માવઠાનો ત્રીજો રાઉન્ડ ગુજરાતમાં જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના કેટલાક સ્થળોએ છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની શક્યતા નથી
જો કે, હવામાન વિભાગનાં ડિરેક્ટર અનુસાર, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની શક્યતા નથી. દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી ગુજરાત તરફ સિસ્ટમ આવી રહી હોવાના કારણે આગામી 2 દિવસ સુધી પવનની ગતિ વધુ રહેશે. 10થી20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને એટલે માછીમારોને દરિયામાં સાવચેતી પૂર્વક રહેવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.