દિગ્ગજ કાર કંપની મર્સિડિઝ બેન્ઝે સાયરસ મિસ્ત્રીના મૃત્યુ પર આપ્યું પહેલું નિવેદન, ચોંકી જશો વાંચીને

૪ સપ્ટેમ્બરે ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અને તેમના ફ્રેન્ડનું લક્ઝુરિયસ અને સેફ કાર ગણાતી મર્સિડીઝ કાર દુર્ઘટનામાં મૃત્યુ થયું પછી પોલીસે તે ઘટનાસ્થળનું સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત કર્યું છે. ફૂટેજ પ્રમાણે છે કે કાર રવિવારે બપોરે 2.21 વાગ્યે પાલઘર જિલ્લાના દાપચરી ચેક પોસ્ટથી પસાર થઈ હતી. આ પછી આશરે 3.00 વાગ્યે મુંબઈ- અમદાવાદ હાઈવે પર સૂર્યા નદી પરના પુલ પર રોડ ડિવાઈડપર સાથે કાર અથડાઈ હતી,

જેમાં મિસ્ત્રી જેમની ઉમર ૫૪ વર્ષ હતી અને તેમના ફ્રેન્ડ જહાંગીર પંડોલેનાં મોત થયાં હતાં. બંને કારની પાછળની સીટ પર બેઠેલા હતા.દુર્ઘટનાની વધુ તપાસ માટે પોલીસ ટીમ સીસીટીવી ફૂટેજનું બારીકાઈથી પરીક્ષણ કરી રહી છે. હવે લક્ઝુરિયસ કાર કંપની મર્સિડિઝ બેન્ઝ ઇન્ડિયા (Mercedes-Benz India)એ અરબોપતિ બિઝનેસમેનના મૃત્યુ પછી પહેલીવાર નિવેદન જાહેર કર્યું છે. ટાટા મોટર્સના પૂર્વ ચેરમેન અને દિગ્ગજ પારસી બિઝનેસમેનનું રવિવારે મર્સિડીઝ જીએલસી કારમાં મુસાફરી કરતી વખતે અવસાન થયું હતું.

કારની કિંમત આશરે ૭૦ લાખ રૂપિયા છે. જર્મન ઓટો જાયન્ટે ક્રેશ કેવી રીતે થયું તે શોધવા માટે તેની તપાસ શરૂ કરી છે. કાર કંપની, જેણે વાહનમાંથી મહત્વપૂર્ણ ડેટા એકત્રિત કર્યો છે, તે જર્મનીમાં તેના મુખ્યાલયમાં આ વિગતોની તપાસ કરશે. કંપનીએ કહ્યું કે, આ દુ: ખદ ઘટનાની તપાસ માટે પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓને સહકાર આપી રહી છે.

લક્ઝુરિયસ કાર કંપની મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “કસ્ટમરની ગોપનીયતાનો આદર કરતી એક જવાબદાર બ્રાન્ડ તરીકે અમારી ટીમ જ્યાં શક્ય હોય ત્યાં અધિકારીઓ સાથે સહયોગ કરી રહી છે. અમે તેમને સીધા જ બધા અંદરના ખુલાસા આપીશું.” વધુમાં કહ્યું હતું કે, “બિઝનેસમેન સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પાંડોલેનું દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માતમાં અકાળે અવસાન થવાથી અમને ઘણું દુઃખ થયું છે.”

તમને જણાવી દઈએ કે સોમવારે મર્સિડીઝ બેન્ઝની ટીમે GLC 220 ડી 4મેટિક કારના તૂટેલા અવશેષોમાંથી ડેટા ચિપ લીધી હતી. પાલઘરના પોલીસ અધિક્ષક બાળાસાહેબ પાટિલે જણાવ્યું હતું કે, “આ ચિપ, જે દરેક સમયે વાહન વિશેના તમામ ડેટાને સ્ટોર કરીને ઇન્ફોર્મેશન રાખે છે, તેને વિશ્લેષણ માટે જર્મની લઈ જવામાં આવશે. અમે અઠવાડિયાના અંત સુધીમાં સમાન અહેવાલની અપેક્ષા રાખીએ છીએ.”

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પોલીસને જાણવા મળ્યું કે દુર્ઘટના સમયે લક્ઝુરિયસ કારમાં કુલ સાત બેગ હતી જેમાંથી માત્ર 3 એરબેગ જ ખુલ્લી હતી. પાટિલે કહ્યું, “અમારી તપાસ મુજબ, આગળના ભાગમાં બે એરબેગ સંપૂર્ણપણે ખુલ્લી હતી. જ્યારે ત્રીજી એરબેગ, જે પાછળની સીટમાં હતી અને જ્યાં મિસ્ત્રી બેઠા હતા તે આંશિક રીતે ખુલી હતી.”

YC